ઘરમાં ક્યાં હોય છે કુબેર કોર્નર? જ્યાં એક વસ્તુ મૂકવાથી ધનનો ખડકલો સર્જાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kuber Corner Vastu Tips : વાસ્તુશાસ્ત્રમાં ઘરની ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. તેને કુબેર કોર્નર પણ કહેવામાં આવે છે. જો આ સ્થાનને યોગ્ય રીતે વ્યવસ્થિત રાખવામાં આવે, અને કેટલાક સરળ ઉપાયો અપનાવવામાં આવે, તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર સારો માનવામાં આવે છે.
ઉત્તર દિશામાં કુબેર દેવતાનું સ્થાન
ઘરની ઉત્તર દિશાને કુબેર કોર્નર કહેવામાં આવે છે. આ સ્થાન ધનના દેવતા ભગવાન કુબેરનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, જો આ દિશાને સાફ-સુથરી, હળવી અને વ્યવસ્થિત રાખવામાં આવે તો, ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સારો રહે છે. સાથે જ, ધનની આવક પણ સારી રહે છે. આથી જ આ ભાગની સંભાળને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
ઉત્તર દિશા સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો
સાફ-સફાઈ
વાસ્તુ અનુસાર, ઉત્તર દિશામાં બિનજરૂરી સામાન, ભંગાર કે ભારે વસ્તુઓ જમા કરવી જોઈએ નહીં. આ સ્થાન પર અવ્યવસ્થા હોવાને કારણે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પ્રભાવિત થઈ શકે છે. જો આ ભાગ ખુલ્લો, સ્વચ્છ અને વ્યવસ્થિત રહેશે, તો વાતાવરણ વધુ સંતુલિત અને સુખદ અનુભવાશે.
તિજોરી અને કુબેર યંત્ર
ધન સાથે જોડાયેલા દસ્તાવેજો, તિજોરી કે લોકરને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખીને તેનું મુખ ઉત્તર દિશા તરફ રાખવું શુભ માનવામાં આવે છે. જ્યારે, ઉત્તર દિશામાં કુબેર યંત્ર સ્થાપિત કરવાની પણ સલાહ આપવામાં આવે છે. માન્યતા છે કે, તેનાથી સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા સાથે જોડાયેલી સકારાત્મક ઉર્જાને બળ મળે છે.
આ વસ્તુઓ રાખવાથી પણ થશે લાભ
વાસ્તુ અનુસાર, ઉત્તર દિશામાં નાના ફુવારા, એક્વેરિયમ, દર્પણ (અરીસો) અથવા વાદળી, લીલા અને જાંબલી રંગની સુશોભનની વસ્તુઓ (ડેકોર આઈટમ) રાખવી પણ શુભ માનવામાં આવે છે. તેનો હેતુ ઘરના વાતાવરણમાં સંતુલન અને તાજગી જાળવી રાખવાનો છે. જોકે, તેનો ઉપયોગ સાફ-સફાઈ અને યોગ્ય સ્થાનની સાથે જ કરવો જોઈએ.
આ દિશામાં ન કરો આ ભુલો
જો ઘરની ઉત્તર દિશામાં બાથરૂમ બનેલું હોય તો, તેને વાસ્તુ અનુસાર આદર્શ સ્થિતિ માનવામાં આવતી નથી. આવા સમયમાં નાના અરીસા અથવા ઇન્ડોર પ્લાન્ટ જેવા ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય, આ ભાગમાં ભારે સ્ટોરેજ, નકામો સામાન કે લાંબા સમયથી બિનઉપયોગી વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ, જેથી આ સ્થાન સક્રિય અને વ્યવસ્થિત બનેલું રહે.









