Astro

સાપ્તાહિક રાશિફળ: 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

By GS TEAM
29 Sep 20253 mins read
TukuTouch Logo
સપ્ટેમ્બર મહિનાનું છેલ્લુ સપ્તાહ અને ઓક્ટોબર મહિનાનું પહેલું સપ્તાહ એટલે કે 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર, 2025 સુધી તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારી રાશિ પર ખાસ અસર કરશે. આ સપ્તાહે કર્ક રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. તો તુલા રાશિના જાતકોના કામની કદર થવાના કારણે આત્મવિશ્વાસમાં વધારો થાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ઉતાવળ ન કરવી, વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે. ધન રાશિએ ધીરજ રાખવી જરૂરી છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક રાશિફળ: 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

સપ્ટેમ્બર મહિનાનું છેલ્લુ સપ્તાહ અને ઓક્ટોબર મહિનાનું પહેલું સપ્તાહ એટલે કે 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર, 2025 સુધી તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારી રાશિ પર ખાસ અસર કરશે. આ સપ્તાહે કર્ક રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. તો તુલા રાશિના જાતકોના કામની કદર થવાના કારણે આત્મવિશ્વાસમાં વધારો થાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ઉતાવળ ન કરવી, વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે. ધન રાશિએ ધીરજ રાખવી જરૂરી છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.

મેષ રાશિ : 

કોઈપણ વિષયની ચર્ચા દરમિયાન તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું. જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. દલીલ ન કરવી, થાકની અસર કામના અંતે વધુ દેખાય.

વૃષભ રાશિ : 

તમને ઉત્સાહ સારો જોવા મળે તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.

મિથુન રાશિ : 

વાર્તાલાપમાં સમય વધુ  પસાર થાય, પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. નવું જાણવાની વૃત્તિ વધુ  જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે જેનો તમને સંતોષ પણ થાય.

કર્ક રાશિ : 

તમારા મિત્રો, પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. નવા મિત્રો બને, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ખટપટ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. ખોટા ખર્ચ પર અંકુશ રાખવો.

સિંહ રાશિ : 

તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે. કંઈક નવું આયોજન થાય તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે જેનો તમને આનંદ પણ થાય.

કન્યા રાશિ : 

તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે. નવા કાર્યના વિચાર વધુ આવે અને તેના પ્રયત્નો કરવાની ઈચ્છા જાગે.

તુલા રાશિ : 

કામની કદર થવાના કારણે તમારામાં આત્મવિશ્વાસ સારો રહે. જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે, કોઈ નવી ઓળખાણ પણ થાય અને સારી યાદગીર ઉભી થાય.

વૃશ્ચિક રાશિ : 

તમારે ઉતાવળ ન કરવી, વાર્તાલાપમા ચોકસાઈ રાખવી હિતાવહ છે. જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવો ઇચ્છનીય કહી શકાય.

ધન રાશિ : 

તમારો લોકો સાથે મુલાકાત વધે તેમા સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. ધીરજ રાખવી હિતાવહ છે. મિલકત સારી પણ રહે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે, માટે આયોજન કરવું હિતાવહ છે.

મકર રાશિ : 

ઉતાવળ અને વધુ સાહસ ન થાય, તેનું ધ્યાન રાખવું. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. મજકવૃત્તિ ન કરવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. પારિવારિક કે વ્યવસાય બાબતની વાતચીત કરવામાં કાળજી રાખવી.

કુંભ રાશિ : 

ઉતાવળ કરવાની વૃત્તિ વધુ જોવા મળે. ધીરજ રાખવી જરૂર કહી શકાય. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો તમને લોકોને મળવાની અને કંઈ જાણવાની વૃતિ જાગે.

મીન રાશિ : 

તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું બને. સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે. ઉત્સાહ સારો જળવાઈ રહે પણ ક્યાંય ઉત્સાહનો અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવું.