Astro

ચોમાસામાં ઘરમાં ગમે ત્યાં કપડાં સૂકવી ન દેતા! આર્થિક તંગી અને નકારાત્મક ઉર્જા ઘેરી વળશે

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
વાસ્તુશાસ્ત્ર મુજબ, કપડાં સૂકવવાની નાની ભૂલો પણ ઘરની ઊર્જા અને આર્થિક સ્થિતિને અસર કરી શકે છે. રાત્રે કપડાં સૂકવવાથી નકારાત્મક ઊર્જા આકર્ષાય છે, તેથી સૂર્યાસ્ત પછી કપડાં બહાર ન રાખવા. કપડાં સૂકવવાની દોરી પશ્ચિમથી ઉત્તર દિશામાં બાંધવી શુભ મનાય છે. સૂર્યપ્રકાશમાં સૂકવેલા કપડાં કીટાણુમુક્ત બને છે અને સકારાત્મકતા લાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસામાં ઘરમાં ગમે ત્યાં કપડાં સૂકવી ન દેતા! આર્થિક તંગી અને નકારાત્મક ઉર્જા ઘેરી વળશે
AI તસવીર

Cloth Vastu: ઘણીવાર આપણે ઘરની સાફ-સફાઈ અને સજાવટ પર તો પૂરતું ધ્યાન આપીએ છીએ, પરંતુ કપડાં સૂકવવા જેવા નાના કામોમાં અજાણતામાં થયેલી ભૂલો ઘરની ઉર્જા અને આર્થિક હાલત પર ઊંડી અસર પાડે છે. શું તમે જાણો છો કે ખોટી દિશા કે સમયે કપડાં સૂકવવાથી તમારા ઘરમાં તણાવ અને ધનની હાનિ થઈ શકે છે? વાસ્તુશાસ્ત્રમાં કપડાં સૂકવવાના પણ કેટલાક ચોક્કસ નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે તમારા ઘરની સકારાત્મકતાને સુરક્ષિત રાખી શકો છો.

વાસ્તુ અનુસાર કપડાં સૂકવવાના મહત્વપૂર્ણ નિયમો

રાત્રે કપડાં સૂકવવાનું ટાળો

સૂર્યાસ્ત પછી બહાર કપડાં સૂકવવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે. એવું માનવામાં આવે છે કે રાત્રિના સમયે કપડાંમાં હાનિકારક કીટાણુઓ ચોંટી શકે છે, જેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને પ્રગતિમાં અવરોધ આવે છે.

સાચી દિશાની પસંદગી

વાસ્તુ અનુસાર, કપડાં સૂકવવાની દોરી ક્યારેય પણ ઉત્તરથી પૂર્વ દિશા (ઈશાન કોણ) તરફ ન બાંધવી જોઈએ. દોરીને હંમેશા પશ્ચિમથી ઉત્તર દિશા તરફ બાંધવી વધુ શુભ માનવામાં આવે છે.

તડકાનું મહત્વ

દિવસના સમયે, ખાસ કરીને સવારે કે બપોરે કપડાં ધોઈને સૂકવવા સૌથી ઉત્તમ છે. સૂર્યનાં કિરણોથી કપડાંની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે, તે કીટાણુમુક્ત થઈ જાય છે.

કપડાં સાથે જોડાયેલી અન્ય વાસ્તુ ટિપ્સ

દરરોજ સાફ-સુથરાં વસ્ત્રો પહેરો. ગંદા અથવા ફાટેલા-જૂના કપડાં શુક્ર ગ્રહના શુભ પ્રભાવોને ઓછા કરે છે અને દરિદ્રતાને આમંત્રણ આપે છે.
વાસ્તુશાસ્ત્રમાં પીળા અને સફેદ રંગના વસ્ત્રો પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે. પીળો રંગ ગુરુ (બૃહસ્પતિ) અને સફેદ રંગ શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે, જે જીવનમાં શાંતિ અને ધન-સમૃદ્ધિ લાવે છે.

નોંધ:આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.