Astro

વાસ્તુ ટિપ્સ: તમે પણ જૂના કપડાંથી પોતું કરો છો? આ એક ભૂલથી ઘરમાં સર્જાય છે આર્થિક તંગી

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
ઘરમાં જૂના કપડાંનો ઉપયોગ પોતું કરવા માટે કરવો વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ મનાય છે. જ્યોતિષીઓના મતે, આ ટેવથી ઘરમાં નકારાત્મક ઊર્જા, દરિદ્રતા અને માનસિક તણાવ આવી શકે છે. વાસ્તુ કહે છે કે, "જીર્ણ વસ્ત્રેષુ દરિદ્રતા નિવસતિ", એટલે કે જૂના કપડાંમાં દરિદ્રતાનો વાસ હોય છે. વ્યક્તિની ઉર્જા જૂના કપડાંમાં હોવાથી, તેનો પોતું તરીકે ઉપયોગ કરવાથી બીમારી અને નકારાત્મકતા ફેલાય છે. આથી, પોતું કરવા માટે નવા સુતરાઉ કપડાં અથવા બજારમાંથી મળતા પોતાનો જ ઉપયોગ કરવો જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

વાસ્તુ ટિપ્સ: તમે પણ જૂના કપડાંથી પોતું કરો છો? આ એક ભૂલથી ઘરમાં સર્જાય છે આર્થિક તંગી

Vastu Tips: આપણામાંથી ઘણા ભાગના લોકોના ઘરોમાં જે કપડાં જૂના થઈ જાય છે, તેનો ઉપયોગ સાફ-સફાઈના કામમાં કરવામાં આવે છે. જૂના થઈ ગયેલા ટી-શર્ટ, ટુવાલ, બેડશીટ કે અન્ય કોઈપણ પ્રકારના કપડાં જ્યારે પહેરવા લાયક નથી રહેતા, ત્યારે તેને ફેંકી દેવાના બદલે ઘરમાં પોતું કરવા માટે કરે છે.

ઘણા લોકો આને સમજદારીપૂર્વકનો નિર્ણય માની શકે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી આ ટેવને નકારાત્મક માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જૂના કપડાંથી પોતું કરવું અશુભ માનવામાં આવે છે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં પહેરવાના કપડાંનો ઉપયોગ પોતું કરવા માટે કરવો અશુભ માનવામાં આવે છે. ભૂલથી પણ કરાયેલી આ નાની ભૂલ ઘર પર ખરાબ અસર પાડી શકે છે, જેના કારણે વ્યક્તિએ આર્થિક તંગી અને માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

એસ્ટ્રોપત્રીના જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં ઘરની સફાઈમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘરની ઉર્જાને સીધી પ્રભાવિત કરે છે.

વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે, "જીર્ણ વસ્ત્રેષુ દરિદ્રતા નિવસતિ", આનો અર્થ એ થાય છે કે, જે વ્યક્તિ ફાટેલા-જૂના કે મેલાં કપડાં પહેરે છે, તેની પાસે હંમેશા દરિદ્રતા વાસ કરે છે.

ઘણીવાર લોકો પહેરેલાં જૂનાં કે ફાટેલાં કપડાંનું પોતું બનાવી લે છે, જે વાસ્તુ અનુસાર મોટો દોષ માનવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે વ્યક્તિ દ્વારા પહેરવામાં આવેલાં કપડાંમાં તેની પોતાની ઉર્જા વસેલી હોય છે. જ્યારે તે કપડાંનો ઉપયોગ પોતા તરીકે જમીનની ગંદકી સાફ કરવા માટે કરવામાં આવે છે, ત્યારે ઘરમાં દરિદ્રતા, બીમારી અને નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે.

જૂના કપડાંને મીઠાવાળા પાણીથી ધોઈને દાન કરી દેવા

આ ઉપરાંત કપડાં સાથે સબંધિત વ્યક્તિને પણ નકારાત્મક ઉર્જા, ભારેપણું, તણાવ અને આળસનો સામનો કરવો પડી શકે છે. તેથી ઘરમાં પોતા મારવા માટે ક્યારેય પણ જૂના થઈ ગયેલા કપડાંનો ઉપયોગ કરવો જોઈએ નહીં. શક્ય હોય તો આ કપડાંને મીઠાવાળા પાણીથી ધોઈને સ્વચ્છ કરી કોઈને દાન કરી દેવા જોઈએ.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં સુખ-શાંતિ અને સ્વચ્છતા જાળવી રાખવા માટે હંમેશાં નવા સુતરાઉ કપડા અથવા બજારમાં મળતા પોતાનો જ ઉપયોગ કરવો જોઈએ. વાસ્તુ સાથે જોડાયેલા સિદ્ધાંતો અને વ્યાવહારિક દ્રષ્ટિકોણથી આ બાબતને યોગ્ય માનવામાં આવે છે.