Astro

તુલસી વિવાહના શુભ અવસરથી તુલા-મીન સહિત આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, શુક્ર અને ચંદ્રનું ગોચર

By GS Team
1 Nov 20252 mins read
TukuTouch Logo
આ વર્ષે 2 નવેમ્બરના રોજ તુલસી વિવાહ ઉજવવામાં આવશે. કારતક મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિએ તુલસી વિવાહ ઉજવવામાં આવે છે. આ શુભ પ્રસંગે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે માતા તુલસીને લગ્નમાં અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તુલસી વિવાહના શુભ અવસરથી તુલા-મીન સહિત આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, શુક્ર અને ચંદ્રનું ગોચર

Tulsi Vivah 2025: આ વર્ષે 2 નવેમ્બરના રોજ તુલસી વિવાહ ઉજવવામાં આવશે. કારતક મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિએ તુલસી વિવાહ ઉજવવામાં આવે છે. આ શુભ પ્રસંગે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે માતા તુલસીને લગ્નમાં અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

આ પણ વાંચો: આજથી ભીષ્મ પંચક: પાંચ દિવસથી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહીંતર જીવનમાં વિઘ્ન આવતા હોવાની છે માન્યતા

તો અહીં ગ્રહો- નક્ષત્રોની દ્રષ્ટિએ આ તુલસી વિવાહ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ચંદ્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર અને ચંદ્રનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે તુલસી વિવાહના દિવસે શુક્ર અને ચંદ્રના ગોચરને કારણે કઈ રાશિના લોકો સૌભાગ્યથી ભરપૂર થશે.

1. કન્યા રાશિ

તુલસી વિવાહ કન્યા રાશિના લોકો માટે સારો સમય લાવશે. નોકરીમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરશે. તમારા જૂના અટકેલા કાર્યો પૂર્ણ થશે. આ સાથે નવા કાર્યોની શરુઆત પણ કરી શકશો. જીવનમાં સકારાત્મક પરિવર્તન ચોક્કસ આવશે. પરિવાર સાથેના સંબંધોમાં સુધારો થશે. શિક્ષણ કે રોજગાર માટે વિદેશ જવાના સંયોગ બની રહ્યા છે. મીડિયા ક્ષેત્રે નવી ઓળખ સ્થાપિત થઈ શકે છે.

2. તુલા રાશિ

તુલસી વિવાહ પર શુક્ર-ચંદ્ર ગોચર તુલા રાશિના જાતકો માટે ભાગ્ય ચમકાવનારુ સાબિત થઈ શકે છે. લગ્ન અને સગાઈમાં તમામ અવરોધો દૂર થશે. મિલકતમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે. તમને તમારા પરિવાર તરફથી કેટલાક સારા સમાચાર મળશે. આ સમય વ્યવસાય માટે ખૂબ જ સારો માનવામાં આવી રહ્યો છે. નવા લોકો સાથે સંપર્ક વધશે. તેમજ તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો જોઈ શકશો. 

આ પણ વાંચો: બીજી નવેમ્બરે તુલસી વિવાહ: લગ્નમાં અડચણ આવતી હોય તો કરો આ ખાસ ઉપાય

3. મીન રાશિ

તુલસી વિવાહ પર શુક્ર-ચંદ્ર ગોચર મીન રાશિના જાતકો માટે ગોલ્ડન સમય શરુ થશે. તમારા કાર્યસ્થળમાં ઇચ્છિત સફળતા મળી શકશો. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે, અને પ્રમોશનની પણ શક્યતા છે. મિત્રો સાથે સંબંધો મજબૂત થશે. નાણાકીય લાભ પ્રાપ્ત થશે.