આવતીકાલે સૂર્ય-ચંદ્ર બનાવશે ષડાષ્ટ્ક યોગ, 3 રાશિના જાતકો પર થશે આફતનો વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shadashtak Yog 2026: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 22 નવેમ્બર 2026 ની સવારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે ષડાષ્ટક યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષમાં આ યોગને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આની અસર ધન, નોકરી અને પારિવારિક જીવન પર પડી શકે છે.
22 નવેમ્બરે સવારે ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં જ રહેશે. આ બંને ગ્રહોની સ્થિતિથી ષડાષ્ટક યોગ બનશે. જ્યોતિષ અનુસાર, આ દરમિયાન વૃષભ, વૃશ્ચિક અને ધન રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે. તો ચાલો જાણીએ કે આ રાશિઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે આ યોગ ભારે સાબિત થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે ઝઘડો થઈ શકે છે. પરિવારમાં જમીન કે સંપત્તિ માટે વિવાદ થઈ શકે છે. એટલા માટે નાની-નાની વાતોને જતી કરવી યોગ્ય રહેશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોએ આ દરમિયાન થોડું સાવચેત રહેવું પડશે. ચંદ્ર તમારા આઠમા ભાવમાં રહેશે. જ્યોતિષ અનુસાર, આ કારણે અચાનક કોઈ પરેશાની આવી શકે છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પણ મોટી રકમ ઉછીની આપવાનું ટાળો અને સમજ્યા-વિચાર્યા વિના રોકાણ ન કરો. સાથે જ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.
ધન રાશિ
ધન રાશિના લોકોએ આ દરમિયાન પૈસા સાથે જોડાયેલા નિર્ણયો વિચારીને લેવા પડશે. કોઈ પણ જોખમભર્યા રોકાણ પહેલાં વિચારવું. કામકાજમાં મરજી મુજબ પરિણામ મળવામાં સમય લાગી શકે છે. પોતાની અંગત વાતો બધા સાથે શેર ન કરવી.




