Astro

આજનું રાશિફળ: ગ્રહોની ચાલ અનુસાર કોની વધશે આવક અને કોણે વિવાદોથી બચવું?

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકો જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેશે, પરદેશના કામ અંગે મુલાકાત થઈ શકે છે. સિંહ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થતા આનંદ છવાશે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાશે. વૃશ્ચિક રાશિના જાતકોએ કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ ટાળવી, વાદ-વિવાદથી સંભાળવું પડશે. મીન રાશિના જાતકોએ બેંક અને શેરબજારના કામમાં સાવધાની રાખવી.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનું રાશિફળ: ગ્રહોની ચાલ અનુસાર કોની વધશે આવક અને કોણે વિવાદોથી બચવું?

મેષ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. પરદેશના કામ અંગે મુલાકાત થઈ શકે.

વૃષભ : આપના કામમાં હરીફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. કામકાજમાં રૂકાવટ જણાય.

મિથુન : આપની બુદ્ધિ-અનુભવ- આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

કર્ક : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. ખર્ચ જણાય.

સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.

કન્યા : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્ત રહો.

તુલા : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

વૃશ્ચિક : આપે કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. કામમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ- ગેરસમજથી સંભાળવું પડે.

ધન : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સંતાનના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સાથ મળી રહેતાં કામમાં રાહત રહે.

કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા થતી જાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ મદદરૂપ થાય.

મીન : આપે બેંકના, વીમા કંપનીના કામમાં શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.