Astro

આજે મંગળનું કર્ક રાશિમાં થયું ગોચર, કઈ રાશિ પર પડશે વિપરીત અસર, કોને ફાયદો?

By GS Team
18 Sep 20264 mins read
TukuTouch Logo
ગ્રહોના સેનાપતિ મંગળ 18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 04:44 વાગ્યે પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કર્યો છે. આ ગોચર 12 નવેમ્બર 2026 સુધી રહેશે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓને કરિયર અને વેપારમાં લાભ થશે, જ્યારે કેટલીક રાશિઓએ વિશેષ સાવધાની રાખવી પડશે. આ ગોચર 12 રાશિઓના જાતકોના જીવન પર ઊંડી અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે મંગળનું કર્ક રાશિમાં થયું ગોચર, કઈ રાશિ પર પડશે વિપરીત અસર, કોને ફાયદો?

Mars Transit in Cancer 2026: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ અને ઉર્જા, સાહસ તથા પરાક્રમના કારક મંગળ ગ્રહનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની ચાલ બદલાતા જ તમામ 12 રાશિઓના જાતકોના જીવન પર તેની ઊંડી અસર પડે છે. જ્યોતિષીય ગણતરી મુજબ, 18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 04:44 વાગ્યે મંગળ ગ્રહ પોતાની નીચ રાશિ એટલે કે ચંદ્રના સ્વામિત્વ વાળી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો. કર્ક રાશિમાં મંગળને નબળા (નીચના) માનવામાં આવે છે, જો કે તેનો અર્થ એ બિલકુલ નથી કે તેના પરિણામો પૂરેપૂરા નકારાત્મક જ હશે. આ ગોચર 12 નવેમ્બર 2026 સુધી રહેશે. આ દરમિયાન કેટલીક રાશિઓએ વિશેષ સાવધાની રાખવી પડશે, તો બીજી તરફ કેટલીક રાશિના જાતકોને કરિયર અને વેપારમાં સારા ફાયદાના યોગ બનશે.

12 રાશિઓ પર મંગળ ગોચરનો કેવો પડશે પ્રભાવ?

મેષ રાશિ
મિલકતની ખરીદ-વેચાણ સાથે જોડાયેલા મામલાઓમાં સાવધાની રાખો. પારિવારિક જીવનમાં સંબંધો વચ્ચે તણાવ ઊભો થઈ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને વિશેષ ચિંતા રહી શકે છે.

વૃષભ રાશિ
નાના ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં સખત સંઘર્ષ કરવો પડશે, ત્યારબાદ જ તમને સફળતા અને પ્રગતિના યોગ મળશે.

મિથુન રાશિ
મહત્વપૂર્ણ કાર્યોમાં અચાનક અડચણ આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. કોઈ પણ ખોટો નિર્ણય તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે, તેથી વાહન ચલાવતી વખતે અને દરેક પગલે સતર્ક રહો.

કર્ક રાશિ
મંગળ આ જ રાશિમાં ગોચર કરી રહ્યા હોવાથી, આરોગ્ય અને સંબંધોના મામલે અડચણો આવી શકે છે. છુપા દુશ્મનોથી સતર્ક રહો. ઘરના સમારકામ કે નવી ખરીદી પર ધન ખર્ચ થઈ શકે છે, પરંતુ સાથે જ આર્થિક લાભના પણ યોગ છે.

સિંહ રાશિ
નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે વૈચારિક મતભેદ ઊભા થઈ શકે છે. વધારાના ખર્ચથી બજેટ ખોરવાઈ શકે છે. પારિવારિક અશાંતિથી બચવાનો પ્રયાસ કરો અને મુસાફરી દરમિયાન અકસ્માતોથી સાવચેત રહો.

કન્યા રાશિ
આ રાશિના જાતકો માટે મંગળનું ગોચર અત્યંત શુભ પરિણામ લઈને આવી રહ્યું છે. તમારા અટકેલા તમામ કામ ઝડપથી પૂરા થશે. કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે, માન-સન્માનમાં વધારો થશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

તુલા રાશિ
આર્થિક દ્રષ્ટિએ લાભ તો મળશે, પરંતુ સાથે ખર્ચનો ગ્રાફ પણ ઘણો ઊંચો રહેશે. મનમાં થોડી અશાંતિ રહી શકે છે. રહેઠાણ કે કાર્યસ્થળમાં પરિવર્તનની શક્યતા બની રહી છે.

વૃશ્ચિક રાશિ
પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે. મહત્વપૂર્ણ કાર્યોમાં અડચણો આવવાથી માનસિક તણાવ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને કોઈ પણ પ્રકારની લાપરવાહી ન રાખો.

ધન રાશિ
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તમને ઘેરી શકે છે. પરિવારમાં કોઈ સભ્યની સર્જરી કે સ્વાસ્થ્ય દુર્ઘટનાની સ્થિતિ બની શકે છે. વિરોધી વર્ગ તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે, જોકે કેટલાક ગુપ્ત લાભ પણ મળી શકે છે.

મકર રાશિ
નવા લોકો સાથે મેળજોળ વધશે અને નવા વ્યાવસાયિક સંપર્કો બનશે. નવું કાર્ય શરૂ કરવા કે મૂડી રોકાણ કરવા માટે સમય સારો છે, જોકે કોઈ પણ પ્રકારની નવી ભાગીદારી કે કાયદાકીય વિવાદમાં અત્યંત સતર્ક રહો.

કુંભ રાશિ
સંઘર્ષ પછી અંતે તમને સફળતા મળશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ જૂની સ્વાસ્થ્ય સમસ્યામાંથી રાહત મળી શકે છે. કેટલાક જૂના દેવા કે જવાબદારીઓની પતાવટ શક્ય છે. ઘર કે કાર્યક્ષેત્રમાં ફેરફાર આવી શકે છે.

મીન રાશિ
કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને પ્રગતિના યોગ બનશે. આવકના નવા સ્ત્રોત હાથ લાગી શકે છે. ભૂતકાળમાં કરેલા સારા કાર્યો માટે તમને સન્માન મળી શકે છે. જો કે, કાર્યસ્થળ પર ઉતાવળ કે ગુસ્સામાં કોઈ ખોટો નિર્ણય લેવાથી બચો, અન્યથા નુકસાન ઉઠાવવું પડી શકે છે.

મંગળ ઉગ્રતા અને એક્શનના પ્રતીક હોવાથી, કર્ક રાશિમાં જઈને તેમના પ્રભાવથી લોકોમાં ઉતાવળ કે આક્રમક નિર્ણયો લેવાની વૃત્તિ વધી શકે છે. એવામાં પોતાના ગુસ્સા અને વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે. આ સમયગાળામાં મોટા રોકાણ કે નાણાકીય નિર્ણયો લેતા પહેલાં કોઈ નિષ્ણાતની સલાહ જરૂર લો અથવા પૂરી ગણતરી કરી લો. જો કે આ ગોચર કેટલાક કિસ્સાઓમાં વિલંબ લાવી શકે છે, પરંતુ તે તમારા લાંબા સમયથી અટકેલા સાહસિક કાર્યોને પૂરા કરવાની પ્રેરણા પણ આપશે.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.