Astro

આજનું રાશિફળ: વૃષભ-કન્યા રાશિ માટે સાવધાનીનો દિવસ, જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્ય

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ, જ્યોતિષવિદ્ અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકોને ધારણા મુજબ કામ થતા ઉત્સાહ વધશે. રાજકીય કાર્યોમાં વૃષભ રાશિના લોકોએ ઉતાવળ ટાળવી. મિથુન રાશિને આકસ્મિક અનુકૂળતા મળશે. કર્ક રાશિના જાતકો જમીન-મકાન સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશે. સિંહ રાશિને દેશ-પરદેશના કામમાં પ્રગતિ મળશે. કન્યા રાશિને બીમારીથી સાવચેતી અને ખર્ચ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનું રાશિફળ: વૃષભ-કન્યા રાશિ માટે સાવધાનીનો દિવસ, જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્ય

મેષ : આપની ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. મિલન- મુલાકાત થઈ શકે.
વૃષભ : રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. વાદ- વિવાદ, ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે.
મિથુન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના કામનો ઉકેલ આવે.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામ થઈ શકે.
સિંહ : દેશ- પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય.
કન્યા : સીઝનલ- વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. જૂની બીમારી ફરી ઉથલો ન મારે તેની તકેદારી રાખવી, ખર્ચ જણાય.
તુલા : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપના કામમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ- કચેરીના કામકાજ અંગે દોડધામ- શ્રમ રહે.
ધન : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઘીરે- ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા- ઉચાટ રહે.
મકર : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલીનો અનુભવ થાય. રાજકીય- સરકારી કામ અંગેની મુલાકાતમાં ધ્યાન રાખવું પડે.
કુંભ : આપના કામમાં ઉપરી વર્ગ-સહકાર્યકર વર્ગનો સાથ- સહકાર મળી રહે પરદેશના કામ થઈ શકે.
મીન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક, પારિવારિક કામ અંગે દોડધામ- વ્યસ્તતા જણાય, આનંદ રહે.

  • અગ્નિદત્ત પદમનાભ