Get The App

તમારી રાશિ પ્રમાણે જાણો 2026માં આવક વધશે કે પછી ખિસ્સાં થશે ખાલી!

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
તમારી રાશિ પ્રમાણે જાણો 2026માં આવક વધશે કે પછી ખિસ્સાં થશે ખાલી! 1 - image

New Year 2026 Horoscope:  નવું વર્ષ 2026 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કોઈપણ વર્ષમાં ધન અને સંપત્તિનું મૂલ્યાંકન કરવા માટે મુખ્યત્વે બે ગ્રહો ગુરુ અને શુક્રને જોવામાં આવે છે. વાસ્તવમાં ગુરુ ગ્રહને ધન, જ્ઞાન અને નાણાકીય ખજાનાનો સ્વામી માનવામાં આવે છે, જ્યારે શુક્ર ઐશ્વર્ય, વૈભવ અને સમૃદ્ધિનો કારક ગ્રહ છે.

વર્ષ 2026માં ગ્રહોની સ્થિતિ આવી રહેશે

વર્ષ 2026માં ગુરુ ગ્રહ અતિચારી સ્થિતિમાં રહેશે, જેના કારણે આર્થિક મામલે ઉતાર-ચઢાવ રહેશે. બીજી તરફ શુક્રની સ્થિતિ તુલનાત્મક રીતે સારી રહેવાના કારણે લોકોને થોડા અંશે રાહત મળશે. આ વર્ષનો સ્વામી ગ્રહ સૂર્ય છે, જે પરિવર્તન, અલગાવ અને નવી શરૂઆતનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના કરિયરમાં પરિવર્તન જોવા મળી શકે છે. શનિ જળ તત્વની રાશિ મીનમાં રહેશે, જેના કારણે સ્થાન પરિવર્તન અને ટ્રાન્સફરના યોગ પણ બનશે. એપ્રિલથી ઓક્ટોબર 2026ની વચ્ચે કરિયરમાં પરિવર્તન અને જોબ શિફ્ટના યોગ પ્રબળ રહેશે. તો, ચાલો જ્યોતિષી શૈલેન્દ્ર પાંડે પાસેથી જાણીએ કે 2026માં કઈ રાશિઓ ધનવાન બનશે.

મેષ રાશિ

2026માં મેષ રાશિના જાતકોને આર્થિક મામલે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ વધશે, પરંતુ સમયસર મદદ પણ મળશે. પ્રોપર્ટી ખરીદવાના, વેચવાના અથવા બનાવવાના યોગ છે. કરિયર સામાન્ય રહેશે, નોકરી અથવા સ્થાન પરિવર્તન શક્ય છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે 2026 ખૂબ જ શુભ રહેશે. આર્થિક સમસ્યાઓ અને દેવું દૂર થશે. સંપત્તિ, વાહન અને રોકાણોમાંથી લાભ થવાના યોગ છે. કરિયરમાં સ્થિરતા જળવાઈ રહેશે અને નવા કામની શરૂઆત પણ સંભવ છે. 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોના જીવનમાં 2026 મોટા ફેરફારો લઈને આવશે. કરિયરમાં પરિવર્તન બાદ મોટી સફળતા મળશે. પૈસા આવશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. ઘર કે સંપત્તિ ખરીદવાના યોગ છે. 

કર્ક રાશિ

ભૂતકાળની મુશ્કેલીઓ બાદ 2026 કર્ક રાશિના જાતકોને રાહત આપશે. આવકમાં સુધારો થશે, દેવું ઘટશે અને અટકેલા પૈસા પાછા મળી શકે છે. કરિયરમાં મોટો નિર્ણય લાભ આપશે. 

સિંહ રાશિ

2026 સિંહ રાશિના જાતકો માટે સખત મહેનતનું વર્ષ રહેશે. સ્થળાંતર બાદ લાભના યોગ છે. સ્વાસ્થ્ય અને પારિવારિક જવાબદારીઓ સંબંધિત ખર્ચમાં વધારો થશે. કરિયરમાં જોખમો લેવાનું ટાળો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને ધન અને કરિયરમાં ઉતાર-ચઢાવ રહેશે, પરંતુ સમજદારી તમને પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરશે. શિક્ષણ અને સંપત્તિ પર ખર્ચ થશે. નવો વ્યવસાય શરૂ કરવાના યોગ છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે 2026 ખૂબ જ શુભ વર્ષ છે. નવો બિઝનેસ, પ્રોપર્ટી અને કરિયરમાં ગ્રોથના યોગ છે. આવક વધશે અને દેવું ઘટશે.

વૃશ્ચિક રાશિ

તમારી આર્થિક સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થશે. નોકરીમાં નવી તક મળશે. પાર્ટનરશિપ બિઝનેસમાં સાવધાની રાખવી. 

ધન રાશિ

ધન રાશિના જાતકોના જીવનમાં મોટું પરિવર્તન આવશે. તેઓ દેવામાંથી મુક્ત થશે. કારકિર્દીની મોટી જવાબદારીઓ અને વિદેશ જવાના યોગ છે.

મકર રાશિ

2026 મકર રાશિના જાતકો માટે સમાધાનનું વર્ષ છે. ધન, સંપત્તિ અને વાહનોથી લાભ મળશે. કરિયરમાં સ્થિરતા પ્રાપ્ત થશે.

આ પણ વાંચો: પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો 'ક્રૂરતા' કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો

કુંભ રાશિ

વર્ષ 2026 કુંભ રાશિના જાતકો માટે મધ્યમ રહેશે. પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. કરિયરમાં મોટો નિર્ણય લઈ શકાય છે, પરંતુ પાર્ટનરશિપથી બચો. બિઝનેસમાં તગડો નફો મળશે. નોકરીમાં સારી પ્રગતિ પ્રાપ્ત થઈ શકે છે.

મીન રાશિ

ધનમાં ઉતાર-ચઢાવ રહેશે. સ્વાસ્થ્ય સબંધિત ખર્ચ વધી શકે છે. કરિયરમાં જોખમ ન લેવું. સ્થળાંતર અને વિદેશ જવાના યોગ છે.