સૂર્ય-મંગળની યુતિથી બનશે વિસ્ફોટક યોગ, આ રાશિના જાતકોના જીવનમાં સંકટની 'ઘડી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surya-Mangal Yuti 2026: 16 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. સૂર્યએ ધન રાશિમાં પ્રવેશ કરતા જ મંગળ સાથે યુતિ બનાવી છે, જેનાથી વિસ્ફોટક રાજયોગ બની રહ્યો છે. આ વિસ્ફોટક રાજયોગ 2026માં પણ યથાવત રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ વિસ્ફોટક રાજયોગને ખૂબ જ ખતરનાક અને અશુભ યોગ માનવામાં આવે છે. જાન્યુઆરી ઉપરાંત મે 2026માં વિસ્ફોટક રાજયોગ બનશે. પંચાંગ પ્રમાણે મંગળ-રાહુ, સૂર્ય-રાહુ, મંગળ-શનિ અને સૂર્ય-શનિની યુતિને કારણે મે મહિનામાં આ અશુભ યોગ બનશે. આ યોગ જાન્યુઆરી 2026 સુધી ધન રાશિમાં બનશે. ત્યારબાદ આ યોગ મકર, કુંભ અને મીન રાશિમાં પણ બનશે. તો ચાલો જાણીએ કે 2026માં કઈ રાશિઓને આ અશુભ યોગથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026માં આ અશુભ યોગ અધીરાઈ વધારી શકે છે. કરિયરમાં અચાનક કોઈ મોટી તક આવી શકે છે, પરંતુ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. નોકરી બદલતા પહેલા, પાર્ટનરશિ કરતા પહેલા અથવા મોટા રોકાણ કરતા પહેલા કોઈ સમજદાર સલાહકારની સલાહ જરૂર લેવી. ગુસ્સા અને અહંકારથી અંતર રાખો કારણ કે આ તમારા બનેલા કામને બગાડી શકે છે. હાથમાંથી પૈસા સરકી શકે છે, તેથી તમારી બચત પર વધુ ધ્યાન આપો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોએ પૈસા અને સંપત્તિના મામલે સાવધાન રહેવાની જરૂર છે. આ રાજયોગ અણધાર્યો લાભ પણ આપી શકે છે, પરંતુ લાલચમાં આવીને ખોટી ડીલ કરવાથી નિર્ણયો ભારે નુકસાન થઈ શકે છે. પારિવારિક મામલે પણ કોઈ ત્રીજા વ્યક્તિની વાતમાં ન આવવું, નહીંતર વિવાદ વધી શકે છે. પોતાની વાણી પર ખૂબ જ સંયમ રાખો.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ યોગ વાણી અને નિર્ણયશક્તિની કસોટી કરશે. ખોટા શબ્દો અથવા ઉતાવળમાં કહેવામાં આવેલી વાત સંબંધો અને કારકિર્દી બંનેને નુકસાન પહોંચાડી શકે છે. કાગળકામ, કોન્ટ્રાક્ટ અને ડિજિટલ વ્યવહારોમાં ખાસ સાવધાની રાખો. આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે વિસ્ફોટક રાજયોગ અહંકાર અને અધિકાર સંબંધિત પડકારો લઈને આવશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સાથે વિરોધીઓ પણ વધી શકે છે. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. તમારી સત્તા અથવા અધિકારનો દુરુપયોગ ન કરો, નહીંતર બદનામીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ યોગ ગુપ્ત શત્રુ અને અચાનક વિવાદનો સંકેત આપે છે. કરિયરમાં રાજકારણ અથવા પીઠ પાછળ થઈ રહેલી વાતોથી નુકસાન થઈ શકે છે. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા જાળવી રાખો અને શોર્ટકટથી બચો. કાર્યક્ષેત્રમાં પણ દુશ્મનોથી સાવધાન રહો.
મકર રાશિ
મકર રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં દબાણ અને જવાબદારીઓ અચાનક વધી શકે છે. આ રાજયોગ ઊંચું પદ અપાવી શકે છે, પરંતુ આ સાથે જ માનસિક તણાવ પણ આપશે. તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં. વધુ પડતા કામના ભારણથી બચો. તમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.









