Astro

સૂર્યની મંગળના નક્ષત્રમાં એન્ટ્રી આ રાશિના જાતકોનું ભાગ્ય પલટી નાખશે

By GS Team
2 Feb 20262 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને આત્મ, નેતૃત્વ, હિંમત અને જીવન ઊર્જાના પ્રતીક માનવામાં આવે છે. સૂર્ય વ્યક્તિના આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠાને તો દર્શાવે જ છે પરંતુ આ સાથે જ કરિયર, સત્તા, વહીવટ અને આર્થિક સફળતામાં પણ તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે સૂર્ય પોતાની ચાલ બદલે છે અથવા કોઈ વિશેષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનો સીધો પ્રભાવ વ્યક્તિના જીવનના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર પડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૂર્યની મંગળના નક્ષત્રમાં એન્ટ્રી આ રાશિના જાતકોનું ભાગ્ય પલટી નાખશે

Surya Gochar 2026: વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને આત્મ, નેતૃત્વ, હિંમત અને જીવન ઊર્જાના પ્રતીક માનવામાં આવે છે. સૂર્ય વ્યક્તિના આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠાને તો દર્શાવે જ છે પરંતુ આ સાથે જ કરિયર, સત્તા, વહીવટ અને આર્થિક સફળતામાં પણ તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે સૂર્ય પોતાની ચાલ બદલે છે અથવા કોઈ વિશેષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનો સીધો પ્રભાવ વ્યક્તિના જીવનના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર પડે છે. 

6  ફેબ્રુઆરી 2026ના રોજ સૂર્ય શ્રવણ નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યો છે. શ્રવણ નક્ષત્ર પર મંગળ ગ્રહનું શાસન છે, જે હિંમત, પરાક્રમ અને નિર્ણાયક ક્ષમતાનો કારક છે. તેથી સૂર્ય અને મંગળની આ યુતિ કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે. આ ગોચરના પ્રભાવથી સિંહ, કુંભ અને મેષ રાશિના જાતકોને કરિયર, ધન અને સામાજિક પ્રતિષ્ઠામાં નોંધપાત્ર લાભ મળવાનો સંકેત છે. 

સિંહ રાશિ: નેતૃત્વ ક્ષમતાથી મળશે મોટો આર્થિક લાભ

સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્ય દેવ છે, તેથી આ ગોચર તમારા માટે ખાસ ફળદાયી રહેશે. શ્રવણ નક્ષત્રમાં સૂર્યનું ગોચર તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય શક્તિને મજબૂત બનાવશે. નોકરી કરતાં જાતકોને પ્રમોશન, પગાર વધારો અથવા નવી જવાબદારીઓ મળવાના યોગ છે. બિઝનેસ સાથે જોડાયેલા જાતકોને મોટી ડીલ અથવા તો લાભદાયી ડીલ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે અને ધન સંચયની નવી તકો સામે આવશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માન પણ વધશે.

કુંભ રાશિ: કરિયરમાં પરિવર્તન સાથે આવકમાં વધારો થશે

કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર કરિયરની દૃષ્ટિએ નિર્ણાયક સાબિત થઈ શકે છે. શ્રવણ નક્ષત્રમાં સૂર્યનો પ્રભાવ તમારી કાર્યશૈલી અને વિચારસરણીને વધુ વ્યવહારુ બનાવશે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા અથવા પ્રમોશન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખૂલશે. જૂના રોકાણોમાંથી લાભ મળવાના સંકેત છે. સરકારી અથવા વહીવટી ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ અને ઓળખ મળી શકે છે.

આ પણ વાંચો: શનિ વક્રી થતાં આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, દિવાળી સુધી ચાંદી જ ચાંદી!

મેષ રાશિ: હિંમત અને આત્મવિશ્વાસથી ધન લાભ થશે

મેષ રાશિના જાતકો માટે શ્રવણ નક્ષત્રમાં સૂર્યનું ગોચર તમારી ઊર્જા અને હિંમતમાં વધારો કરશે. મંગળના પ્રભાવથી તમારી અંદર જોખમ લેવાની અને નવા નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો થશે, જેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે. બિઝનેસમાં વિસ્તરણ, નવો પ્રોજેક્ટ અથવા પાર્ટનરશિપથી લાભ થઈ શકે છે. નોકરી કરતાં જાતકોને બોનસ, ઇન્સેન્ટિવ અથવા વધારાની આવકના યોગ છે. આ સમય દરમિયાન તમે આર્થિક રીતે મજબૂત અને વધુ આત્મનિર્ભર અનુભવશો.