Surya Gochar 2026: સૂર્ય દેવ 13 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા, સત્તા, પ્રતિષ્ઠા અને નેતૃત્વનો કારક માનવામાં આવે છે. કુંભ રાશિમાં સૂર્યની સ્થિતિ સામાન્ય રીતે મધ્યમ ફળદાયી માનવામાં આવે છે, કારણ કે તે શનિની રાશિ છે અને શનિ-સૂર્યમાં પ્રાકૃતિક દુશ્મની છે. આ ગોચર દરમિયાન સૂર્ય શુક્ર, બુધ અને રાહુ સાથે યુતિમાં રહેશે. બીજી તરફ મિથુન રાશિમાં સ્થિત ગુરુની દ્રષ્ટિ પણ સૂર્ય પર પડશે. સૂર્ય પોતાની જ રાશિ સિંહ રાશિ પર દ્રષ્ટિ પાડશે, જેનાથી તેનું શક્તિ સંતુલન જાળવાઈ રહેશે. આ પરિવર્તનનો પ્રભાવ લગભગ એક મહિના સુધી રહેશે. આ દરમિયાન કેટલીક રાશિના જાતકોના જીવનમાં એક મહિનો ઉથલપાથલ રહેશે. તો ચાલો જાણીએ એક મહિના સુધી 12 રાશિઓ પર તેની કરિયર, ધન અને સ્વાસ્થ્ય સબંધિત શું અસર પડશે.
મેષ રાશિ
આર્થિક સ્થિતિ મજબૂત થશે. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર મળી શકે છે. તણાવ ઓછો થશે અને કરિયરમાં નવી તક મળશે.
વૃષભ રાશિ
અટકેલા કાર્યો પૂર્ણ થશે. માનસક સ્થિતિમાં સુધારો આવશે. પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ છે.
મિથુન રાશિ
બિનજરૂરી ચિંતાઓ વધી શકે છે. યાત્રા કરતી વખતે સાવધાની રાખો. સમજી-વિચારીને નિર્ણયો લો.
કર્ક રાશિ
તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. ખર્ચ વધવાની શક્યતા છે. ખાવા-પીવા પર અને બજેટ પર નિયંત્રણ રાખો.
સિંહ રાશિ
તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધો પર ધ્યાન આપો. તમારા લગ્ન જીવનમાં તણાવની શક્યતા છે.
કન્યા રાશિ
તમારા માટે આ ગોચર લાભદાયી રહેશે. અટકેલા કામ પૂરા થશે. સ્થળાંતરના યોગ છે, જે ફાયદાકારક સાબિત થશે.
તુલા રાશિ
તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સંતાન સબંધિત ચિંતા શક્ય છે. ધીરજ રાખો.
આ પણ વાંચો: ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
વૃશ્ચિક રાશિ
માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. મહત્વપૂર્ણ કાર્યો ટાળવા નહીં.


