Astro

મેષ-કન્યા સહિત આ 3 રાશિના જાતકોનું રાતોરાત ચમકશે નસીબ! રાહુના નક્ષત્રમાં સૂર્યનું મહાગોચર

By GS Team
18 Jun 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. બધા ગ્રહોના રાજા સૂર્ય દેવ જ્યારે નક્ષત્ર પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર તમામ લોકોના જીવન પર પડે છે. 22 જૂન 2026ના રોજ સૂર્ય દેવ રાહુના નક્ષત્રમાં મહાગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીઓના મતે આ મહાગોચરથી કેટલાક જાતકોના ભાગ્યના દરવાજા ખુલી જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેષ-કન્યા સહિત આ 3 રાશિના જાતકોનું રાતોરાત ચમકશે નસીબ! રાહુના નક્ષત્રમાં સૂર્યનું મહાગોચર

Surya Nakshatra Parivartan: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. બધા ગ્રહોના રાજા સૂર્ય દેવ જ્યારે નક્ષત્ર પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર તમામ લોકોના જીવન પર પડે છે. 22 જૂન 2026ના રોજ સૂર્ય દેવ રાહુના નક્ષત્રમાં મહાગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીઓના મતે આ મહાગોચરથી કેટલાક જાતકોના ભાગ્યના દરવાજા ખુલી જશે. ખાસ કરીને 3 રાશિના જાતકો માટે આ સમય સંપત્તિ અને સફળતાની નવી શરૂઆત લઈને આવશે. 

કઈ રાશિઓને મળશે ફાયદો?

સૂર્યનું આ મહાગોચર 3 રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. ઓફિસમાં તમને પ્રમોશન મળી શકે છે. જે કામ લાંબા સમયથી અટકેલા હતા, તે પૂરા થઈ જશે. તમને અચાનક ધન લાભ પણ થઈ શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. 

સિંહ રાશિ

આ રાશિના સ્વામી સૂર્ય દેવ છે, તેથી આનો તમારા પર સૌથી વધુ અને સૌથી સારો પ્રભાવ પડશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને સમાજમાં માન-સન્માન મળશે. જો તમારુ કોઈ સરકારી અટકેલું છે તો તેમાં સફળતા મળી શકે છે. લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે.

કન્યા રાશિ

તમારી પાસે પૈસાના આવવાના નવા રસ્તા ખુલશે. ઓફિસમાં તમારી મહેનતની પ્રશંસા થશે. તમને સારા પરિણામ મળશે. જો તમે ક્યાંક પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. પરિવારમાં પણ ખુશીનો માહોલ રહેશે.

જીવનમાં આ સારા ફેરફાર આવશે

સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનથી તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. તમારામાં નવો ઉત્સાહ જોવા મળશે. તમે પહેલા કરતા વધુ સારા નિર્ણયો લઈ શકશો અને મુશ્કેલ સમયમાં પણ તમે મજબુત રહી શકશો. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

આ પણ વાંચો: બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો 'પાવર પ્લાન', ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર

સૂર્ય દેવની કૃપા મેળવવાના સરળ ઉપાય

- દરરોજ સવારે ઉઠીને તાંબાના કળશથી સૂર્યદેવને જળ અર્પણ કરો.

- 'ॐ ઘૃણિ સૂર્યાય નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો.

- રવિવારે આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.