Astro

શુક્રની ચાલ બદલાતા 4 રાશિના જાતકો પર આર્થિક સંકટની લટકતી તલવાર!

By GS Team
9 Mar 20262 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષ પ્રમાણે 15 માર્ચ 2026ના રોજ પ્રેમ, વૈભવ અને સમૃદ્ધિના કારક ગ્રહ શુક્ર પોતાની ચાલ બદલીને રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. રેવતી નક્ષત્રનો સ્વામી બુધ હોવાથી શુક્રના આ ગોચરની મિશ્ર અસરો રહેશે. જ્યોતિષીય આગાહીઓ સૂચવે છે કે, આ ખગોળીય પરિવર્તન વિશેષ રૂપે 4 રાશિઓ માટે આર્થિક અને વ્યાવહારિક પડકારોનો સમય લઈને આવશે. તો ચાલો જાણીએ કે, આ સમય દરમિયાન કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શુક્રની ચાલ બદલાતા 4 રાશિના જાતકો પર આર્થિક સંકટની લટકતી તલવાર!

Shukra Gochar 2026: વૈદિક જ્યોતિષ પ્રમાણે 15 માર્ચ 2026ના રોજ પ્રેમ, વૈભવ અને સમૃદ્ધિના કારક ગ્રહ શુક્ર પોતાની ચાલ બદલીને રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. રેવતી નક્ષત્રનો સ્વામી બુધ હોવાથી શુક્રના આ ગોચરની મિશ્ર અસરો રહેશે. જ્યોતિષીય આગાહીઓ સૂચવે છે કે, આ ખગોળીય પરિવર્તન વિશેષ રૂપે 4 રાશિઓ માટે આર્થિક અને વ્યાવહારિક પડકારોનો સમય લઈને આવશે. તો ચાલો જાણીએ કે, આ સમય દરમિયાન કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય ખોટા ખર્ચનો કારક બનશે. તમે તમારી સુખ-સુવિધાઓ સુધારવાના નામે તમારી બચતનો એક મોટો હિસ્સો બગાડી શકો છો. રોકાણની દૃષ્ટિએ આ સમયગાળો ખૂબ જ જોખમી છે, તેથી કોઈપણ મોટા આર્થિક વ્યવહારોને હાલ પૂરતા મુલતવી રાખવામાં જ સમજદારી રહેશે.

કર્ક રાશિ

શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન તમારા ભાગ્યના માર્ગમાં અવરોધો ઊભા કરી શકે છે. તમારા ચાલુ કાર્ય અચાનક અટકી શકે છે, જેનાથી માનસિક અને આર્થિક તણાવ વધી શકે છે. એ બાબતનું ધ્યાન રાખવું કે, પૈતૃક સંપત્તિ મામલે ઘરના વડીલો સાથે મતભેદ થઈ શકે છે. કોઈપણ કાનૂની દસ્તાવેજો પર સહી કરતાં પહેલા દરેક વિગતોની કાળજીપૂર્વક સમીક્ષા કરો.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ ગોચર અણધાર્યા અવરોધો લાવી શકે છે. કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ સક્રિય રહેશે, જે તમારી છબીને ખરડાવવાનો પ્રયાસ કરી શકે છે. બિઝનેસમાં નુકસાનની આશંકા છે, તેથી કોઈને પણ મોટી રકમ ઉધાર આપવાનું ટાળો. અણધાર્યા સ્વાસ્થ્ય ખર્ચ તમારી બચતને અસર કરી શકે છે.

આ પણ વાંચો: યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી

ધન રાશિ

ધનુ રાશિના જાતકો માટે ઘરની સાજ-સજ્જા અથવા વાહન પર અણધાર્યો જ ભારે ખર્ચ થઈ શકે છે. જો તમે અચલ સંપત્તિ કે જમીનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અટકી જાઓ, કારણ કે પૈસા ફસાઈ જવાના પ્રબળ યોગ છે. ઘરમાં કલેશ અને તણાવની સ્થિતિ તમારી ઉત્પાદકતા ઘટાડશે, તેથી બિનજરૂરી ખરીદીઓથી દૂર રહેવું શ્રેષ્ઠ છે.