Business

યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઇન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી

By GS Team
9 Mar 20261 min read
TukuTouch Logo
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતાં જતાં તણાવ અને યુદ્ધની ભીતિએ આજે ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. શેરબજાર ખુલતાંની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ કડાકો બોલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઇન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી

AI Image 



Sensex and Nifty News : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતાં જતાં તણાવ અને યુદ્ધની ભીતિએ આજે ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. શેરબજાર ખુલતાંની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ કડાકો બોલાયો છે.

સેન્સેક્સમાં બજાર ખુલતાં જ કડાકો 

મિડલ ઈસ્ટમાં વધતાં જતાં સૈન્ય સંઘર્ષની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. બજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા હતા. BSE SENSEX આજે પ્રચંડ કડાકા સાથે 76,647.38ના સ્તર પર પહોંચી ગયો હતો, જે તેના અગાઉના બંધ 78,918.90ની સરખામણીએ 2,271.52 (2.88%) પોઇન્ટનો તોતિંગ ઘટાડો દર્શાવે છે. આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન બજાર 77,056.75 પર ખુલ્યું હતું અને નીચામાં 76,641.26 સુધી ગગડ્યું હતું.

નિફ્ટીની હાલત પણ દયનીય 

બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ NIFTY 50 પણ આ વેચવાલીના માહોલમાંથી બચી શક્યો નથી. નિફ્ટીમાં આજે 687.45 (2.81%) પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 23,763.00ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી આજે 23,868.05 પર ખુલ્યા બાદ નીચામાં 23,762.60 સુધી સરક્યો હતો. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારો અને વૈશ્વિક અસ્થિરતાને પગલે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના કારણે બજારમાં આ પ્રચંડ કડાકો બોલાયો છે.