Astro

પંચાંગ મુજબ: એપ્રિલથી જુલાઈ દરમિયાન લગ્નના આટલા જ શુભ મુહૂર્ત, જાણી લો તમામ તારીખો

By GS Team
11 Apr 20261 min read
TukuTouch Logo
પંચાંગ મુજબ આગામી 20 એપ્રિલથી જુલાઈ દરમિયાન લગ્નના શુભ મુહૂર્ત આવે છે. આમ, જે પરિવારોમાં વિવાહ થવાના છે, તેઓ લગ્નની તૈયારીને અંતિમ રૂપ દેવામાં લાગી ગયા છે. ચાલો જાણીએ, જુલાઈ સુધી આવતા લગ્નના શુભ મુહૂર્તની તારીખો.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચાંગ મુજબ: એપ્રિલથી જુલાઈ દરમિયાન લગ્નના આટલા જ શુભ મુહૂર્ત, જાણી લો તમામ તારીખો

Shubh Vivah Muhurat 2026 : પંચાંગ મુજબ આગામી 20 એપ્રિલથી જુલાઈ દરમિયાન લગ્નના શુભ મુહૂર્ત આવે છે. આમ, જે પરિવારોમાં વિવાહ થવાના છે, તેઓ લગ્નની તૈયારીને અંતિમ રૂપ દેવામાં લાગી ગયા છે. ચાલો જાણીએ, જુલાઈ સુધી આવતા લગ્નના શુભ મુહૂર્તની તારીખો. 

જ્યોતિષાચાર્યો અનુસાર, એપ્રિલ મહિનામાં લગ્ન માટે 20 અને 21 એપ્રિલ બે મુખ્ય શુભ મુહૂર્ત છે. જ્યારે જુલાઈ મહિનામાં કુલ 36 નાના મોટા લગ્ન મુહૂર્ત આવે છે. પરંતુ જ્યોતિષ ગણનામાં ગુરુ, શુક્ર, સૂર્ય અને ચંદ્રમાનું વિશેષ મહત્ત્વ છે. સામાન્ય રીતે માત્ર ગુણ મળવા અને શનિ, મંગળ તેમજ રાહુનો વિચાર કરવામાં આવે છે, જે પર્યાપ્ત નથી. વિવાહ માટે પૂર્ણ પત્રિકા મિલન અને ચોક્કસ મુહૂર્તનું વિશેષ મહત્ત્વ રહે છે.

આ પણ વાંચો: સૂર્ય-શુક્રની યુતિથી બનશે શુક્રાદિત્ય યોગ, 3 રાશિના જાતકોનો ગુડ લક શરૂ થશે

આ ઉપરાંત, મે મહિનામાં 5, 6, 7, 8 અને 17 તારીખ દરમિયાન વિવાહનો શુભ સંયોગ બની રહ્યા છે. આ છી 17 મેથી અધિકમાસનો આરંભ થવાના કારણે લગભગ એક મહિના સુધી માંગલિક કાર્યોમાં વિરામ લાગી જશે.

શુભ લગ્ન મુહૂર્તની તારીખો

એપ્રિલ: 20, 21, 25, 26, 27, 28, 29, 30

મે: 1, 3, 4, 5, 6, 7, 8, 12, 13, 14

જૂન: 19 થી 29

જુલાઈ: 1, 2, 6, 7, 8, 11, 12