Astro

શ્રાવણ માસ 2026: આજથી શિવ આરાધના માટેના પવિત્ર મહિનો પ્રારંભ, નોંધી લો તમામ મોટા તહેવારોની તારીખો

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટ 2026, ગુરુવારથી થઈ રહ્યો છે. આ માસમાં ભોલેનાથની આરાધના માટે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં પૂજા-અર્ચના કરશે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના માર્ગદર્શન મુજબ, પુત્રદા એકાદશી, રક્ષા બંધન, બોળ ચોથ, શીતળા સાતમ અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી જેવા અનેક મુખ્ય તહેવારોની ઉજવણી થશે. આખો મહિનો શિવભક્તો માટે ભક્તિમય રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાવણ માસ 2026: આજથી શિવ આરાધના માટેના પવિત્ર મહિનો પ્રારંભ, નોંધી લો તમામ મોટા તહેવારોની તારીખો

Shravan 2026: હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા અને શ્રદ્ધાળુઓ માટે અનેક ઉપવાસ અને ઉત્સવો લઈને આવતા શ્રાવણ માસની શરૂઆત આ વર્ષે આજે 13 ઓગસ્ટ 2026, ગુરુવારથી થઈ રહી છે. ભોલેનાથની આરાધનાના આ મહિનામાં શ્રદ્ધાળુઓ શિવાલયોમાં જઈને પૂજા-અર્ચના કરશે અને વિવિધ તહેવારોની ઉજવણી કરશે.

શ્રાવણ માસમાં આવતા મુખ્ય તહેવારો અને તેની તારીખો પર એક નજર (જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના માર્ગદર્શન મુજબ)

  • 13 ઓગસ્ટ (ગુરુવાર): શ્રાવણ માસનો પ્રારંભ
  • 23 ઓગસ્ટ (રવિવાર): પુત્રદા એકાદશી
  • 24 ઓગસ્ટ (સોમવાર): પવિત્રા બારસ
  • 25 ઓગસ્ટ (મંગળવાર): ભૌમ પ્રદોષ
  • 28 ઓગસ્ટ (શુક્રવાર): રક્ષા બંધન (નોંધ: આ દિવસે વિષ્ટિ બાધ્ય નથી અને ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં)
  • 31/08, સોમવાર ફૂલકાજળી ત્રીજ (8:52 સુધી), બોળ ચોથ, સંકટ ચતુર્થી (8:53થી ચાલુ) ચંદ્રોદય રાતે 08:51 અમદાવાદ
  • 1 સપ્ટેમ્બર (મંગળવાર): નાગ પાંચમ
  • 2 સપ્ટેમ્બર (બુધવાર): રાંધણ છઠ
  • 3 સપ્ટેમ્બર (ગુરુવાર): શીતળા સાતમ
  • 4 સપ્ટેમ્બર (શુક્રવાર): શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
  • 5 સપ્ટેમ્બર (રવિવાર): પારણા અને નંદ મહોત્સવ
  • 7 સપ્ટેમ્બર (સોમવાર): અજા એકાદશી
  • 8 સપ્ટેમ્બર (મંગળવાર): ભૌમ પ્રદોષ (બપોરે 14:45 થી)
  • 11 સપ્ટેમ્બર (શુક્રવાર): શ્રાવણ માસ અમાસ

આખો મહિનો શિવભક્તો માટે હર્ષોલ્લાસ અને અનેક ધાર્મિક અનુષ્ઠાનોથી ભરપૂર રહેશે.