Astro

વાંચો તમારું 01 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને નોકરી-ધંધાના કામકાજ અર્થે બહારગામ જવાનું થઈ શકે છે. સિંહ રાશિના જાતકોને પોતાની બુદ્ધિ અને અનુભવથી કામનો ઉકેલ મળશે અને પરદેશના કામ અંગે મુલાકાત પણ થઈ શકે છે. જ્યારે મકર રાશિના જાતકોને દિવસના પ્રારંભે કામમાં રુકાવટ રહેશે, પરંતુ દિવસ પસાર થતાં શાંતિ અને રાહત અનુભવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 01 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગ મદદરુપ થાય. દોડધામ - શ્રમ જણાય.
વૃષભ : દિવસનો પ્રારંભ સુસ્તી- બેચેની સાથે થાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ આપને રાહત થાય.
મિથુન : બપોર સુધી આપના કામમાં વ્યસ્ત રહો. સંસ્થાકીય કામ, જાહેર ક્ષેત્રનું કામ જણાય. બપોર પછી ઉચાટ રહે.
કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. બપોર પછી આપને સરળતા રહે.
સિંહ : આપની બુધ્ધિ- અનુભવ આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ અંગે મુલાકાત થઈ શકે.
કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. બપોર પછી રાહત.
તુલા : આપના કામની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દિવસ પસાર થાય તેમ કામમાં રુકવાટ રહે.
વૃશ્ચિક : આપના કામની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય પરંતુ આનંદ અનુભવો.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં અન્યનો સાથ મળી રહે.
મકર : દિવસના પ્રારંભથી જ આપના કામમાં કોઇને કોઈ રુકાવટ રહે. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને શાંતિ-રાહત જણાય.
કુંભ : આપના કામમાં સાનુકુળતા રહે. દોડધામ- શ્રમ ઘટે. પરંતુ બપોર પછી આકસ્મિક ખર્ચ ખરિદી જણાય.
મીન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના દોડધામ- શ્રમમાં ઘટાડો થતો જાય. કામ ઉકેલાય.

  • અગ્નિદત્ત પદમનાભ