Astro

વાંચો તમારું 28 માર્ચ, 2023નું રાશિ ભવિષ્ય

By GS Team
27 Mar 20232 mins read
This article was originally published on 27 Mar 2023
વાંચો તમારું 28 માર્ચ, 2023નું રાશિ ભવિષ્ય

મેષ : આપના યશ પદ ધનમાં વધારો થાય તેવી કાર્ય રચનાથી આપને આનંદ-ઉત્સાહ રહે. ભાઈભાંડુવર્ગનો સાથ સહકાર રહે.

વૃષભ : આપના કામમાં ધીમે ધીમે વ્યસ્ત થતાં જાવ. મહત્વના કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં સાનુકુળતા જણાય.

મિથુન : માનસિક પરિતાપ - વ્યગ્રતા રહ્યા કરે. તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહિ દિવસ પસાર કરી શકો. ખર્ચ જણાય.

કર્ક : આપના કાર્યમાં પ્રતિકૂળતા જણાય. કોર્ટ-કચેરીના કામમાં આપની ઉતાવળ આપની મુશ્કેલીમાં વધારો કરે. ધ્યાન રાખવું.

સિંહ : આપના કાર્યમાં જેમ દિવસ પસાર થતો જાય તેમ રાહત થતી જાય. સંતાનના પ્રશ્ને ચિંતા- પરેશાની ઓછી થાય.

કન્યા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન મકાન વાહનના કામ અંગે દોડધામ જણાય.

તુલા : આપના કાર્યમાં આવેલી રુકાવટ મુશ્કેલી ધીમે ધીમે દૂર થતાં જાય. દેશ પરદેશના કામમાં આપને સાનુકુળતા થતી જાય.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.

ધન : આપના કામની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઇચ્છિત વ્યકિત સાથે મુલાકાત થાય.

મકર : આપના કામકાજની પૂર્તિ માટે આપની દોડધામ- શ્રમમાં વધારો જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી કરવા પડે.

કુંભ : આપને જેમ દિવસ પસાર થતો જાય તેમ કામમાં રાહત થતી જાય. આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે.

મીન : આપના કામમાં કોઈ ને કોઈ રૂકાવટ- મુશ્કેલીના લીધે ધાર્યા પ્રમાણેનું કામ થઈ શકે નહીં. માતૃપક્ષની ચિંતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ