Astro

વાંચો તમારું 14 સપ્ટેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકોના અગત્યના કામનો ઉકેલ આવશે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય. વૃષભ રાશિના લોકોને હરિફવર્ગથી મુશ્કેલી અને કોર્ટ-કચેરીના કામમાં ખર્ચ રહેશે. સિંહ રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થશે, જ્યારે ધન રાશિના લોકોને આકસ્મિક સરળતાથી કામનો ઝડપી ઉકેલ મળશે. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 14 સપ્ટેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-ખર્ચ રહે.
મિથુન : આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કર્ક : આપના કામકાજમાં કોઈને કોઈ રૃકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
કન્યા : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજીક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં આવક જણાય.
તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલી જણાય. નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે.
ધન : આપના કામમાં આકસ્મિક સરળતા આવી જતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધર્મકાર્યથી હર્ષ-લાભ રહે.
મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન-મકાન-વાહનના કામમાં સરળતા રહે.
કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્યથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.
મીન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. નાંણાકીય કામમાં સાવધાની રાખવી.

  • અગ્નિદત્ત પદમનાભ