Astro

વાંચો તમારું 12 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
12 Sep 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકોને હરીફોથી મુશ્કેલી અને સાસરિયા પક્ષનું કામ જણાય. કર્ક રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થશે અને પરદેશના કામમાં પ્રગતિ દેખાશે. કન્યા રાશિના જાતકોને રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થશે. જ્યારે કુંભ રાશિના જાતકોએ વાહનથી સંભાળીને દિવસ પસાર કરવો. મીન રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 12 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષ મોસાળપક્ષનું કામ જણાય.
વૃષભ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઘટે.
મિથુન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન વાહનના કામમાં મુશ્કેલી રહ્યા કરે. કામનો ઉકેલ આવે નહીં.
કર્ક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં આવક જણાય.
કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય સરકારી કામ અંગે મુલાકાત થાય.
તુલા : આપના કામકાજમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઇ શકે.
ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.
કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા રહે.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

  • અગ્નિદત્ત પદમનાભ