વાંચો તમારું 31 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહતનો અનુભવ થાય. ઉપરીવર્ગ - સહકાર્યકરવર્ગ - નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
વૃષભ : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે આપને દોડધામ-શ્રમ જણાય. ધંધામાં આવક જણાય. બપોર પછી સંભાળવું પડે.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે. કામ ઉકેલાય.
કર્ક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. કામનો ઉકેલ આવે નહીં. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે.
સિંહ : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. બપોર પછી કામકાજમાં સાનુકૂળતા થતી જાય. હર્ષ-લાભ અનુભવાય.
કન્યા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સહકાર્યકર વર્ગ-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. બપોર પછી ખર્ચ-ખરીદી જણાય.
તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
ધન : દિવસ દરમ્યાન આપને કોઈને કોઈ શારીરિક-માનસિક તકલીફ જણાય. વાહન ચલાવવામાં આપે સાવધાની રાખવી પડે.
મકર : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.
કુંભ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે.
- અગ્નિદત્ત પદમનાભ




