વાંચો તમારું 25 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું.
વૃષભ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સંતાનનો સહકાર મળી રહે.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
કર્ક : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ થાય. ધર્મકાર્ય-શુભકાર્યથી પ્રસન્નતા અનુભવો.
સિંહ : દિવસ દરમ્યાન આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
કન્યા : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થાય.
તુલા : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય. આકસ્મિક ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપની મહેનત-બુદ્ધિ- અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.
ધન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.
મકર : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્ય- શુભકાર્ય થાય.
કુંભ : કૌટુંબિક-પારિવારીક કામકાજમાં દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ




