Astro

વાંચો તમારું 19 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
19 Nov 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ દર્શાવે છે કે મેષ રાશિના જાતકોને કામમાં પ્રશંસા અને ધંધામાં આવકનો યોગ છે. જ્યારે કર્ક રાશિના જાતકોએ બીમારીથી સંભાળવું અને વાહન ધીમે ચલાવવું. સિંહ રાશિવાળાને સંસ્થાકીય કામમાં સહકાર મળશે, જ્યારે કન્યા રાશિના જાતકોને ગ્રાહકો સાથે વાદ-વિવાદ ટાળવા પડશે. ધન રાશિના લોકોને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે અને યાત્રાનો યોગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 19 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં આવક જણાય.
વૃષભ : આપને કૌટુંબિક - પારિવારિક - સગા- સંબંધીવર્ગ - મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
મિથુન : નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. મિલન-મુલાકાત થાય.
કર્ક : આપે સીઝનલ - વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામમાં પ્રતિકૂળતા જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.
સિંહ : સંસ્થાકીય કામ અંગે, જાહેર ક્ષેત્રના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
કન્યા : સીઝનલ ધંધામાં માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગ સાથે વાદ-વિવાદ ગેરસમજ - મનદુ:ખથી સંભાળવું પડે.
તુલા : આપની મહેનત- અનુભવ- આવડત - બુધ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
વૃશ્ચિક : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા અનુભવો અને ઘરે રહો તો આપનો નોકરી-ધંધાની ચિંતા રહ્યા કરે.
ધન : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
મકર : સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. ધંધામાં આવક જણાય.
કુંભ : કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આપના કાર્યમાં હરિફવર્ગ- ઈર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય.
મીન : માનસિક પરિતાપ- વ્યગ્રતા અનુભવો. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ