પત્રકારોએ સવાલો પૂછવાનું શરૂ કરતાં જ PM મોદીએ ટ્રમ્પને પૂછ્યું- ચાલો આપણે જઇએ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Viral Video : ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં ક્વાડ સમિટ યોજાઈ હતી. જેમાં એક વિચિત્ર ઘટના બની હતી. આ ઘટનાને લીધે પીએમ મોદી જાણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. થયું એમ કે ક્વાડ નેતાઓના ફોટો સેશન બાદ અચાનક જ પત્રકારોએ સવાલો પૂછવાનું શરૂ કરી દીધું.
આ દરમિયાન ટ્રમ્પ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા પરંતુ બીજી બાજુ વડાપ્રધાન મોદીએ પત્રકારોના સવાલ-જવાબ શરૂ થતાં જ મંચ પર હાજર ટ્રમ્પ સહિતના નેતાઓને કહ્યું કે ચાલો આપણે હવે જવું જોઇએ. જોકે ટ્રમ્પે પણ પીએમ મોદીના આગ્રહને અવગણતા પત્રકારોના સવાલોના જવાબ આપવાનુ ચાલુ રાખ્યું હતું. જેના લીધે પીએમ મોદી ત્યાં ફરી શાંત થઇને ઊભા રહી ગયા હતા. આ સ્થિતિને પગલે ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
બીજો એક વીડિયો પણ વાઈરલ થયો હતો
આ પહેલા જ્યારે ફોટો સેશન માટે નેતાઓને બોલાવાયા હતા ત્યારે સ્ટેજ પર ચઢતા જ પીએમ મોદીએ નીચે ઝૂકીને ભારતીય ત્રિરંગાના નિશાનને ઉઠાવ્યો હતો. આ નિશાન એટલા માટે મૂકવામાં આવ્યો હતો કે જેથી વિવિધ દેશોના નેતાઓને ક્યાં ઊભા રહેવું છે તેની જાણકારી રહે. જોકે પીએમ મોદીએ તિરંગાના નિશાનને નીચે પડેલું જોઈને તેને તરત જ ઝૂકીને ઊઠાવી લીધું હતું.




