Business

40 અબજ ડૉલર ખર્ચીને પણ ભારતના હાથ ખાલી! રાફેલનો કંટ્રોલ તો ફ્રાન્સ પાસે જ રહેશે

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
ભારત 114 રાફેલ ફાઈટર જેટ ખરીદવા ફ્રાન્સ સાથે 35થી 40 અબજ ડૉલરની ડીલ કરી રહ્યું છે. જોકે, ફ્રાન્સે ટૅક્નોલૉજી ટ્રાન્સફર અને સંવેદનશીલ પાર્ટ્સ મુદ્દે સ્પષ્ટ ના પાડી દીધી છે. રાફેલ ભારતમાં એસેમ્બલ થશે, પરંતુ તેનું મુખ્ય કંટ્રોલ સિસ્ટમ ફ્રાન્સ પાસે જ રહેશે. M88 એન્જિનના મહત્ત્વના પાર્ટ્સ પણ ફ્રાન્સ બનાવશે. ટાટા દ્વારા હૈદરાબાદમાં કેટલાક હિસ્સા બનશે, પણ ડસોલ્ટના બ્લૂપ્રિન્ટ મુજબ. ફ્રાન્સ રાફેલનો 'સોર્સ કોડ' પણ ભારતને આપશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

40 અબજ ડૉલર ખર્ચીને પણ ભારતના હાથ ખાલી! રાફેલનો કંટ્રોલ તો ફ્રાન્સ પાસે જ રહેશે

India and France Rafale Deal : ભારતીય વાયુસેના (IAF) માટે 114 રાફેલ લડાકુ વિમાનો ખરીદવાની તૈયારીઓ વચ્ચે ભારત અને ફ્રાન્સ વચ્ચેની આ સૌથી મોટી સંરક્ષણ ડીલને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અંદાજે 35 થી 40 અબજ ડૉલર (લગભગ ₹3.30 લાખ કરોડ) જેટલી જંગી રકમ ખર્ચવા છતાં ભારતના હાથ ખાલી રહેવાના છે. ફ્રાન્સે ટૅક્નોલૉજી ટ્રાન્સફર અને સેન્સિટિવ પાર્ટ્સના મુદ્દે સ્પષ્ટ લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે.

રાફેલ બનશે ભારતમાં, પણ રિમોટ કંટ્રોલ ફ્રાન્સ પાસે જ રહેશે

ફ્રાન્સના અખબાર 'દ ડેલી એન્ટરપ્રાઇઝ'માં છપાયેલા અહેવાલ મુજબ, ફ્રાન્સે સ્પષ્ટ કરી દીધું છે કે રાફેલ ફાઇટર જેટ ભારતીય કારખાનાઓમાં એસેમ્બલ થઈ શકે છે, પરંતુ તેનું મુખ્ય કંટ્રોલ સિસ્ટમ ફ્રાન્સમાં જ રહેશે. રાફેલના M88 એન્જિન બનાવતી કંપની 'સફ્રાં'(Safran)ના CEO ઓલિવિયર એન્ડ્રીસે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં એસેમ્બલી લાઇન જરૂર લગાવવામાં આવશે, પરંતુ એન્જિનના સૌથી મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ પાર્ટ્સ ફ્રાન્સ સિવાય ક્યાંય બનશે નહીં. વિમાનની ડિઝાઇન, ક્રિટિકલ કમ્પોનન્ટ્સ અને નિયંત્રણને લગતાં તમામ આયામો ફ્રાન્સ પાસે જ સુરક્ષિત રહેશે.

4d3aabefca4db2ae7828551603bfa015.jpg

ભારતમાં કયા કયા હિસ્સા અને પાર્ટ્સ તૈયાર થશે?

બીજી તરફ, ડસોલ્ટ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ વચ્ચે થયેલા સમજૂતી હેઠળ હૈદરાબાદ પ્લાન્ટમાં સેન્ટ્રલ ફ્યુઝલેજ (વિમાનનું મુખ્ય માળખું), આગળનો, પાછળનો હિસ્સો અને સાઇડ પેનલ્સ બનાવવામાં આવશે. 2028ના નાણાકીય વર્ષથી શરૂ થનારા આ ઉત્પાદનમાં દર મહિને બે ફ્યુઝલેજ તૈયાર કરવાનું આયોજન છે. જોકે, આ તમામ માળખાં ડસોલ્ટના બ્લૂપ્રિન્ટ પર જ બનશે. ટાટા કે ભારત પાસે આ વિમાનને વેચવા કે તેમાં પોતાના સ્તરે કોઈ મોટા ફેરફાર કરવાનો અધિકાર રહેશે નહીં.

125d08a607a26682d3edd51c7337ea51.jpg

રાફેલનો સોર્સ કોડ પણ નહીં આપે ફ્રાન્સ

સૌથી મોટો મુદ્દો એ છે કે ફ્રાન્સ રાફેલ લડાકુ વિમાનોનો 'સોર્સ કોડ' ભારતને આપવા માટે તૈયાર નથી. જોકે, ભારતીય વાયુસેના પાસે પોતાની મિસાઇલોને આની સાથે ઇન્ટિગ્રેટ કરવાનો ચોક્કસ અધિકાર હશે, પરંતુ વિમાનના મુખ્ય લડાકુ સિસ્ટમમાં ભારત કોઈ છેડછાડ કરી શકશે નહીં. એન્જિનના મામલે પણ 'સફ્રાં' માત્ર સામાન્ય ઘસાતા પાર્ટ્સ બદલવા કે રિપેરિંગ માટે જ સેન્ટર ચલાવશે, જ્યારે તમામ મહત્ત્વના સ્પેરપાર્ટ્સ ફ્રાન્સથી જ બનીને આવશે.

1105f0f619405234914f433ccf7d2df5.jpg

AMCA પ્રોજેક્ટમાં અલગ વલણ

એક તરફ રાફેલ મામલે ફ્રાન્સ અત્યંત કડક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે ભારતના પાંચમી પેઢીના લડાકુ વિમાન પ્રોજેક્ટ 'AMCA'ના એન્જિન માટે 'સફ્રાં' સંપૂર્ણ ટૅક્નોલૉજી ટ્રાન્સફર કરવા અને ડીઆરડીઓ (DRDO) સાથે મળીને કામ કરવા તથા ભારતના આઈપીઆર (IPR) અધિકારોની વાત કરી ચૂકી છે. આમ, કરોડો ડૉલર ખર્ચવા છતાં રાફેલ ડીલમાં ભારતને સંપૂર્ણ ટૅક્નોલૉજી કે આત્મનિર્ભરતા મળવાના મામલે હાથ ખાલી જ રહેવાના છે.