Astro

વાંચો તમારું 05 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને મોસમી ધંધામાં અચાનક ગ્રાહકી આવતા આવક વધશે. સંતાન સંબંધિત ચિંતાઓ ઓછી થશે. કર્ક રાશિના જાતકોએ તન, મન અને વાહનથી સંભાળીને દિવસ પસાર કરવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા રહેશે. મકર રાશિના જાતકોને પારિવારિક કામકાજમાં દોડધામ, શ્રમ અને ખર્ચ થશે, પરંતુ આનંદ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 05 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
વૃષભ : આપના કામની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામ ઉકેલાતા રાહત રહે.
મિથુન : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગની મુલાકાતની આપને આનંદ રહે. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર જવાનું આયોજન થાય.
કર્ક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
સિંહ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય.
કન્યા : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. સાસરીપક્ષ-મોસાળપક્ષે દોડધામ-શ્રમ રહે.
તુલા : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા સતાવે.
ધન : અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ લાવી શકો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર રહે.
મકર : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે આપને દોડધામ-શ્રમ-ખર્ચ જણાય પરંતુ આનંદ રહે. કામ ઉકેલાય.
કુંભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
મીન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આપના ધાર્યા પ્રમાણેનું કામ થાય નહીં. ખર્ચ જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ