વાંચો તમારું 04 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. દોડધામ-શ્રમમાં ઘટાડો થાય. પરંતુ ખાણી-પીણીના ધંધામાં ધ્યાન રાખવું પડે.
વૃષભ : આપે દિવસ દરમિયાન સતત કોઈને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.
મિથુન : ધીરે-ધીરે આપના કામકાજમાં સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં-આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી પડે. કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ ન કરવી.
કન્યા : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.
તુલા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. હર્ષ-લાભ રહે.
વૃશ્ચિક : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામકાજમાં સાવધાની રાખવી પડે. વાહન ધીરે ચલાવવું.
ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામકાજમાં સરળતા થતી જાય.
મકર : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. આવક થવાથી આનંદ રહે.
કુંભ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.
મીન : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને રૂકાવટ-મુશ્કેલીનો સામનો કરવો પડે. ધીરજ અને શાંતિ રાખવા.
- અગ્નિદત્ત પદમનાભ









