Astro

વાંચો તમારું 31 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોના પરદેશના કાર્યોમાં પ્રગતિ થશે અને ધર્મકાર્ય-શુભકાર્ય સંપન્ન થશે. વૃષભ રાશિના જાતકો મિત્રવર્ગના સહકારથી કાર્યમાં રાહત અનુભવશે, જ્યારે કર્ક રાશિના જાતકોને કામકાજમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. સિંહ રાશિના જાતકોના અગત્યના કામોનો ઉકેલ આવતા આનંદ થશે, જ્યારે ધન રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 31 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં સરળતા થતી જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગના સહકારથી કામમાં રાહત મળી રહે. ખર્ચ જણાય.
મિથુન : દેશ-પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : જેમ દિવસ પસાર થાય તેમ આપને બેચેની-વ્યગ્રતા જણાય. કામકાજમાં પ્રતિકૂળતા રહે. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવતા આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
કન્યા : નોકરી-ધંધાના કામ સિવાય બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
તુલા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાહત જણાય.
વૃશ્ચિક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામ કરવું.
ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
મકર : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આનંદ રહે.
કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થાય.
મીન : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. કામકાજમાં મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે.

  • અગ્નિદત્ત પદમનાભ