વાંચો તમારું 03 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ - મિત્રવર્ગના કામકાજ અંગે આપને દોડધામ-શ્રમ-ખર્ચ અનુભવાય.
વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
કર્ક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
સિંહ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. નુકસાનીથી સંભાળવું પડે. સાસરી પક્ષે - મોસાળપક્ષે કામકાજ જણાય.
કન્યા : આપની બુદ્ધિ-અનુભવ- આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
વૃશ્ચિક : આપના કામમાં ઉપરીવર્ગ - સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
ધન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામ અંગે વ્યસ્તતા જણાય. આંખોમાં દર્દ-પીડાથી સંભાળવું પડે.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
કુંભ : આપને કોર્ટ-કચેરીના કામમાં પ્રતિકૂળતા જણાય. આપના ધાર્યા પ્રમાણેનું કામ થાય નહીં. ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.
મીન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા જણાય.
- અગ્નિદત્ત પદમનાભ









