વાંચો તમારું 10 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામમાં વિલંબ થાય.
વૃષભ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સંભાળવું પડે. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે.
મિથુન : સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક જણાય. પરંતુ સંતાનના પ્રશ્ને આપને ચિંતા-પરેશાની જણાય.
કર્ક : આપે ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પિતૃપક્ષે ચિંતાનું આવરણ આવી જાય. ઉચાટ જણાય.
સિંહ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. જોકે ધર્મકાર્ય થવાથી આપને પ્રસન્નતા રહે.
કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. સુસ્તી-બેચેની રહ્યા કરે.
તુલા : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો સાથ મળી રહે. મિલન-મુલાકાત થાય.
વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે નાણાંકીય બાબતે વાદ-વિવાદથી સંભાળવું પડે.
ધન : પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં ધ્યાન રાખવું. વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું.
મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. બેચેની-વ્યગ્રતા રહ્યા કરે.
કુંભ : સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગની મુશ્કેલીના લીધે કામમાં તકલીફ જણાય. ઉપરીવર્ગનો ઠપકો સાંભળવો પડે.
મીન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ









