Astro

વાંચો તમારું 06 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
6 Aug 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ: મેષ રાશિના જાતકોને અગત્યના કામમાં રાહત મળશે. વૃષભ રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડશે. મિથુન રાશિના જાતકોને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી મળશે. કર્ક રાશિના જાતકોને ઘર-પરિવારના કામમાં દોડધામ રહેશે. સિંહ રાશિના જાતકોને બહારગામ જવાનું થઈ શકે છે. કન્યા રાશિના જાતકોને તબિયતની અસ્વસ્થતા અનુભવાશે. તુલા રાશિના જાતકોને જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવું પડશે. વૃશ્ચિક રાશિના જાતકોનો કાર્યભાર વધશે. ધન રાશિના જાતકોને બુદ્ધિ-અનુભવથી કામમાં સફળતા મળશે. મકર રાશિના જાતકોને શાંતિ-રાહત નહીં જણાય. કુંભ રાશિના જાતકોને ઉપરીવર્ગનો સહકાર મળશે. મીન રાશિના જાતકોને કૌટુંબિક કામમાં આનંદ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 06 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
વૃષભ : કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. કામમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. વાદ-વિવાદથી સંભાળવું.
મિથુન : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જાય. આવક જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. ખર્ચ જણાય.
સિંહ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર રહે.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જેવું લાગે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
તુલા : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહે.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.
ધન : આપની બુદ્ધિ-અનુભવ- આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.
મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
કુંભ : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
મીન : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ- ખર્ચ જણાય પરંતુ આનંદ રહે. ધંધામાં આકસ્મિત ઘરાકી જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ