Astro

વાંચો તમારું 14 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે બુદ્ધિ અને મહેનતથી કામ ઉકેલવાનો છે, જ્યારે વૃષભ રાશિને શાંતિનો અભાવ રહેશે. મિથુન રાશિને સહકાર્યકરોનો સાથ મળશે અને પરદેશના કામમાં પ્રગતિ થશે. કર્ક રાશિના બેંક અને વીમાના કામ થશે, જ્યારે સિંહ રાશિ અગત્યના નિર્ણયો લઈ શકશે. તુલા રાશિને ધંધામાં લાભ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 14 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપની બુદ્ધિ, અનુભવ, આવડત, મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા મળી રહે.
વૃષભ : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. ઘર- પરિવારની ચિંતા અનુભવાય.
મિથુન : આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ, નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : આપને કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના શેરોના કામ થઈ શકે. કૌટુંબિક- પારિવારિક કામમાં વ્યસ્ત રહેવું પડે.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
કન્યા : આપે રાજકીય- સરકારી, ખાતાકીય કામમાં સંભાળવું પડે વાદ-વિવાદ, ગેરસમજ- મનદુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું.
તુલા : આપના કામની કદર- પ્રશંસા થવાથી આપને આનંદ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક થાય, આનંદ રહે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર- પરિવાર- સગા- સંબંધી વર્ગ મિત્રવર્ગના કામ અંગે દોડધામ- શ્રમ- ખર્ચ અનુભવાય.
ધન : બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય, પરદેશના કામ થઈ શકે. અગત્યના કામ અંગેની મિલન- મુલાકાત થાય.
મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. મિલન- મુલાકાત થઈ શકે.
મીન : નોકરી- ધંધામાં આપના કામ સિવાય અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના કાર્યભાર- દોડધામ- શ્રમ વધે.

  • અગ્નિદત્ત પદમનાભ