મેષ : આપની બુધ્ધિ- અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
વૃષભ : સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. લાભ- ફાયદો જણાય.
મિથુન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર પરિવારની ચિંતા રહ્યા કરે.
કર્ક : આપના કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન- મુલાકાત થઇ શકે.
સિંહ : આપને કામકાજમાં સાનુકુળતા રહે. કૌટુંબિક પારિવારિક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. ચિંતા રહે.
કન્યા : આપના મહત્ત્વના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
તુલા : આપને રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.
વૃશ્ચિક : આપના કામની કદર- પ્રશંસા થવાથી આપને આનંદ જણાય. કામનો ઉકેલ આવતો જવાથી દોડધામ શ્રમ ઓછા થતાં જાય.
ધન : જમીન- મકાન- વાહનના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. ઘર પરિવાર મિત્રવર્ગ- સગાસંબંધી વર્ગનું કામકાજ રહે.
મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
કુંભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ખર્ચ જણાય.
મીન : સંસ્થાકીય કામકાજ, જાહેર ક્ષેત્રના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.
- અગ્નિદત્ત પદમનાભ


