Astro

વાંચો તમારું 16 સપ્ટેમ્બર 2025નું રાશિ ભવિષ્ય

By GS Team
16 Sep 20251 min read
This article was originally published on 16 Sep 2025
વાંચો તમારું 16 સપ્ટેમ્બર 2025નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ- નોકર ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.

વૃષભ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ રહે. બેંકના, વીમા, કંપનીના, શેરોના કામકાજ થઈ શકે.

મિથુન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. રાજકીય - સરકારી કામકાજ થઈ શકે.

કર્ક : કોર્ટ- કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ધીરે ચલાવવું.

સિંહ : આપના કાર્યમાં સંતાનનો સહકાર મળી રહેશે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.

કન્યા : આપના કાર્યની સાથે સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગ- ઘર-પરિવારના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.

તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની- તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન આપવું.

ધન : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. કામ ઉકેલાતાં રાહત રહે.

મકર : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.

કુંભ : આપની મહેનત-બુધ્ધિ અનુભવ-આવડતથી આપના કામને ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.

મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં . ખર્ચ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ