મેષ : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. નોકરી-ધંધામાં મહત્વના નિર્ણય લેવામાં સાવધાની રાખવી પડે.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
મિથુન : આપે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સંભાળવું પડે. રાજકીય-સરકારી કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં.
કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
સિંહ : પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં મુશ્કેલી જણાય. સંતાનના કામકાજમાં મુશ્કેલીનો અનુભવ થાય.
કન્યા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે.
તુલા : અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. સહકાર્યકર વર્ગ - નોકર-ચાકરવર્ગની તકલીફ જણાય. પ્રવાસમાં ધ્યાન રાખવું.
વૃશ્ચિક : કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને ચિંતા અનુભવાય. ધંધામાં નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. ચિંતા રહે.
ધન : માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામકાજમાં વિલંબ અનુભવાય.
મકર : કોર્ટ-કચેરીના કામકાજમાં આપને રૂકાવટ જણાય. ઉતાવળ કરવી નહીં. વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું.
કુંભ : આપે વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. કામકાજમાં પ્રતિકૂળતા રહે. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
મીન : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામકાજ ન થવાને લીધે આપના દોડધામ-શ્રમમાં વધારો જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


