વાંચો તમારું 11 જુન 2026નું રાશિ ભવિષ્ય

મેષ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.
વૃષભ : આપે બેંકના-વીમા કંપનીના-શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. કામકાજમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ જણાય.
મિથુન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધર્મકાર્ય થઈ શકે.
કર્ક : જમીન-મકાન-વાહનના કામકાજ અંગે આપને દોડધામ જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.
સિંહ : જેમ દિવસ પસાર થાય આપને સાનુકૂળતા થતી જાય. ધીરે ધીરે આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. કામ ઉકેલાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા ન થાય.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. રાજકીય-સરકારી કામ થાય.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.
ધન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય.
મકર : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. વાહન ચલાવતી વખતે વિચારોને કાબુમાં રાખવા.
કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
મીન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય. ધર્મકાર્ય-શુભ કાર્ય થાય.
- અગ્નિદત્ત પદમનાભ









