Astro

વાંચો તમારું 11 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય

By GS Team
11 Jan 20251 min read
This article was originally published on 11 Jan 2025
વાંચો તમારું 11 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય

મેષ : સામાજિક-વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે. વાહન ધીરે ચલાવવું.

વૃષભ : માનસિક પરિતાપ-વ્યગ્રતા અનુભવાય. વિચારોની અસમંજસતા-દ્વિધાના લીધે કામમાં મન લાગે નહીં. મહત્વના નિર્ણય મુલતવી રાખવા.

મિથુન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવો. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ જણાય.

કર્ક : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ અનુભવાય. સિઝનલ ધંધામાં આપે સાવધાની રાખવી. વાણીની સરળતા રાખવી.

સિંહ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં રૂકાવટ જણાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત મુલતવી રાખવા.

તુલા : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની કાળજી રાખીને કામકાજ કરવું. કૌટુંબિક-પારિવારીક ચિંતા રહે.

વૃશ્ચિક : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે ધીરજ અને શાંતિ રાખવા. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર કામકાજ કરવું.

ધન : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ કોઈને કોઈ રૂકાવટ ઉભી કરવાના પ્રયાસ કરે. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું.

મકર : પત્ની-સંતાન સાથે વાદ-વિવાદ થઈ જાય. વાણીની સંયમતા રાખવી પડે. પરદેશના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.

કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન ના લાગે.

મીન : સહકાર્ય વર્ગ- નોકર-ચાકર વર્ગની મુશ્કેલી રહે. અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું.

- અગ્નિદત્ત પદમનાભ