મેષ : જમીન-મકાન-વાહનના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. સામાજિક વ્યવહારિક કામકાજ રહે. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
વૃષભ : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કુટુંબ-પરિવારના પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
કર્ક : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. રાજકીય કામ થાય.
સિંહ : આપના કામકાજમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. વાદ-વિવાદ-ગેરસમજ, મનદુ:ખથી સંભાળવું પડે.
કન્યા : જેમ દિવસ પસાર થાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આનંદ રહે.
તુલા : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
ધન : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધંધામાં આવક જણાય.
મકર : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં સાનુકૂળતા થતી જાય. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થઈ શકે.
કુંભ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. સાસરીપક્ષે-મોસાળપક્ષે બીમાર-ચિંતાનું આવરણ આવી જાય.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ થઈ શકે.
- અગ્નિદત્ત પદમનાભ


