Astro

રામ નવમી પર 5 રાશિના જાતકોને ભવનો આંટો ફળશે, પ્રભુ શ્રી રામના મળશે આશીર્વાદ

By GS Team
25 Mar 20262 mins read
TukuTouch Logo
ગુરુવાર 26 માર્ચ, 2026ના રોજ દેશભરમાં રામ નવમીનું પર્વ સંપૂર્ણ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવશે. 26 માર્ચે નવમી તિથિ સવારે 11:48 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 27 માર્ચે સવારે 10:06 વાગ્યે સમાપ્ત થશે. ભગવાન રામનો જન્મ મધ્યાહ્ન 12 વાગ્યે થયો હતો, તેથી રામ નવમી 26 માર્ચે જ ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ગ્રહોની સ્થિતિ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને તેમની આધ્યાત્મિક શક્તિ વધારવામાં મદદરૂપ થશે. આ રામ નવમી પર ઘણી રાશિઓ માટે સૌભાગ્યના દ્વાર ખુલશે. રામ નવમી 2026ના દિવસે ચંદ્ર પોતાની કર્ક રાશિમાં સ્થિત હશે જેના કારણે લોકોના મનમાં શાંતિ અને શીતળતાનો સંચાર થશે. ચાલો જાણીએ કઈ રાશિના જીવનમાં ભગવાન રામની અપાર કૃપા વરસશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ નવમી પર 5 રાશિના જાતકોને ભવનો આંટો ફળશે, પ્રભુ શ્રી રામના મળશે આશીર્વાદ
અયોધ્યા શ્રી રામ મંદિર 

Ram Navami Lucky Zodiac Signs: ગુરુવાર 26 માર્ચ, 2026ના રોજ દેશભરમાં રામ નવમીનું પર્વ સંપૂર્ણ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવશે. 26 માર્ચે નવમી તિથિ સવારે 11:48 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 27 માર્ચે સવારે 10:06 વાગ્યે સમાપ્ત થશે. ભગવાન રામનો જન્મ મધ્યાહ્ન 12 વાગ્યે થયો હતો, તેથી રામ નવમી 26 માર્ચે જ ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ગ્રહોની સ્થિતિ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને તેમની આધ્યાત્મિક શક્તિ વધારવામાં મદદરૂપ થશે. આ રામ નવમી પર ઘણી રાશિઓ માટે સૌભાગ્યના દ્વાર ખુલશે. રામ નવમી 2026ના દિવસે ચંદ્ર પોતાની કર્ક રાશિમાં સ્થિત હશે જેના કારણે લોકોના મનમાં શાંતિ અને શીતળતાનો સંચાર થશે. ચાલો જાણીએ કઈ રાશિના જીવનમાં ભગવાન રામની અપાર કૃપા વરસશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોના પ્રથમ ભાવમાં શુક્રદેવ ગોચર કરી રહ્યા છે. જેથી આત્મવિશ્વાસમાં વધારો કરશે. ચોથા ભાવમાં ચંદ્ર સ્થિત હોવાને કારણે પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. સૂર્ય અને શનિ બારમા ભાવમાં સ્થિત છે જેના કારણે આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. આ દિવસ કોઈ નવી શરૂઆત કરવા માટે શુભ અવસર છે.

મિથુન રાશિ

દેવગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે. તેની અસરથી વિકાસના નવા માર્ગો ખુલી રહ્યા છે. ચંદ્ર બીજા ભાવમાં હોવાને કારણે આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. સૂર્ય અને શનિ દસમા ભાવમાં છે જેના પ્રભાવથી કામ પ્રત્યે તમારી જવાબદારીઓ વધશે. અગિયારમા ભાવમાં શુક્ર ગ્રહ હોવાથી તમને લાભ મળશે. આ રામ નવમી તમારા કાર્યોને વધુ પ્રભાવશાળી બનાવશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોની ભાવનાત્મક શક્તિ અને આંતરદૃષ્ટિ વધશે. તમે વધુ શાંત અને ઈશ્વર સાથે જોડાયેલા અનુભવશો. સૂર્ય અને શનિ નવમા ભાવમાં હોવાથી તમે ધર્મના માર્ગ પર પ્રેરિત થશો. કરિયર અને માન-પ્રતિષ્ઠામાં સુધારો થશે. તમારા માટે રામ નવમીનો દિવસ આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ સાબિત થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોનું ભાગ્ય મજબૂત થશે. આ દિવસ મનને ધાર્મિક પ્રવૃત્તિઓ અને સત્સંગ તરફ આકર્ષિત કરશે. સ્વાસ્થ્ય અને દૈનિક દિનચર્યામાં સકારાત્મક પરિવર્તન આવશે. આધ્યાત્મિક અને ભૌતિક બંને ક્ષેત્રોમાં પ્રગતિ જોવા મળી શકે છે. આ રામ નવમી ભક્તિ અને શ્રદ્ધા દ્વારા ઈશ્વરના આશીર્વાદ મેળવવાનો શુભ સમય છે.

આ પણ વાંચો: રામનવમી 2026: ગજકેસરી-નવપંચમ રાજયોગનો અદભૂત સંયોગ, મેષ સહિત આ 3 રાશિઓને મળશે લાભ

મીન રાશિ

મીન રાશિના જાતકોના જીવનમાં સુખ અને નવા સકારાત્મક વિચારો આવશે. તમારા વ્યક્તિત્વમાં ગંભીરતા અને શિસ્ત આવશે. આર્થિક સ્થિતિ અને પારિવારિક સુખમાં વધારો થશે. આ રામ નવમી તમારી ભક્તિ અને આધ્યાત્મિકતાને વધુ ઊંડી બનાવવામાં મદદરૂપ સાબિત થશે.