Astro

શુક્ર-ગુરુની પ્રતિયુતિ દૃષ્ટિ ખોલશે ભાગ્યના દ્વાર, આવતીકાલથી 3 રાશિના જાતકોને પૈસા નહીં ખૂટે

By GS Team
8 Jan 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર અને ગુરુનું આમને-સામને હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્ર જ્યાં સુખ, પ્રેમ અને ભૌતિક સુખોનો કારક છે, ત્યાં બીજી કરફ ગુરુને જ્ઞાન, બુદ્ધિ અને ધર્મનો પ્રતીક માનવામાં આવે છે. જ્યારે આ બે ગ્રહો એકબીજાની સામે હોય છે, ત્યારે જીવનમાં સંતુલન બને છે અને ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફારો જોવા મળે છે. આ સ્થિતિને જ્યોતિષમાં પ્રતિયુતિ દૃષ્ટિ રાજયોગ કહેવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શુક્ર-ગુરુની પ્રતિયુતિ દૃષ્ટિ ખોલશે ભાગ્યના દ્વાર, આવતીકાલથી 3 રાશિના જાતકોને પૈસા નહીં ખૂટે

Pratiyuti Drishti Rajyog 2026: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર અને ગુરુનું આમને-સામને હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્ર જ્યાં સુખ, પ્રેમ અને ભૌતિક સુખોનો કારક છે, ત્યાં બીજી કરફ ગુરુને જ્ઞાન, બુદ્ધિ અને ધર્મનો પ્રતીક માનવામાં આવે છે. જ્યારે આ બે ગ્રહો એકબીજાની સામે હોય છે, ત્યારે જીવનમાં સંતુલન બને છે અને ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફારો જોવા મળે છે. આ સ્થિતિને જ્યોતિષમાં પ્રતિયુતિ દૃષ્ટિ રાજયોગ કહેવામાં આવે છે.

દ્રિક પંચાગ પ્રમાણે આ પ્રતિયુતિ દૃષ્ટિ રાજયોગ શુક્રવાર, 9 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે 11:02 વાગ્યે બની રહ્યો છે. આ દરમિયાન શુક્ર અને ગુરુ 180 ડિગ્રીના ખૂણા પર રહેશે. જ્યોતિષીઓના મતે આ યોગ ધન લાભ, શિક્ષણ, કલા, સંબંધો અને સામાજિક માન-સન્માનને વધારવામાં મદદ કરે છે. આ સાથે જ વ્યક્તિનો આધ્યાત્મિકતા તરફ પણ ઝુકાવ જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે આ શુભ યોગ કઈ ચાર રાશિઓ માટે ખાસ રહેશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય ઘણા સારા સમાચારો લઈને આવી શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે અને લાંબા સમયથી અટકેલા કાર્યો ગતિ પકડશે. કરિયર અને અંગત જીવન સંતુલિત રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને સામાજિક દાયરો પણ વધી શકે છે. શૈક્ષણિક અથવા સર્જનાત્મક ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને સફળતા મળવાના યોગ છે. આત્મવિશ્વાસ મજબૂત રહેશે પરંતુ કોઈપણ મોટા નિર્ણય સમજી-વિચારીને લેવા.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે યોગ ઘર-પરિવારમાં સુખ-શાંતિ વધારશે. નોકરી કે બિઝનેસમાં પ્રગતિના સંકેત મળી શકે છે. તમારા સર્જનાત્મક વિચાર અને કલા સાથે સબંધિત કામોને ઓળખ મળશે. આ દરમિયાન મન આધ્યાત્મિક પ્રવૃતિઓ તરફ આકર્ષિત થઈ શકે છે, જેનાથી માનસિક શાંતિ મળશે. મિત્રો અને પ્રિયજનોનો સહયોગ મળશે. રોકાણ સાથે સબંધિત નિર્ણયો સમજી-વિચારીને લેવાથી લાભ થઈ શકે છે. 

આ પણ વાંચો: નવા વર્ષના પહેલા મહિને બુધાદિત્ય સહિત 3 મહાશક્તિશાળી રાજયોગ, આ રાશિઓ માટે 'લકી'

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ સમય આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાનારો રહેશે. અગાઉના રોકાણોથી લાભ મળી શકે છે. તમારા પ્રેમ જીવન અને વૈવાહિક સંબંધોમાં સુમેળ રહેશે. શૈક્ષણિક અને જ્ઞાન સંબંધિત ક્ષેત્રોમાં આગળ વધવાની તક મળશે. તમારી લોકપ્રિયતા વધશે અને તમને સમાજમાં માન-સન્માન પણ મળશે. નવા લોકો સાથે સંપર્ક અને યાત્રા ભવિષ્યમાં લાભનું કારણ બની શકે છે.