Astro

31 ઓક્ટોબર સુધી સિંહ-કર્ક સહિત 4 રાશિના જાતકો સાવધાન રહે! ધનહાનિની શક્યતા

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષ મુજબ, 19 ઓગસ્ટ, 2026ના રોજ ગુરુ ગ્રહ અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચર 31 ઓક્ટોબર, 2026 સુધી રહેશે. આ સમયગાળો વૃષભ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે પડકારજનક બની શકે છે. ધનહાનિ, સંબંધોમાં ગેરસમજ, કાનૂની મુશ્કેલીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના જાતકોએ સાવધાની રાખવી.

Summarized by AI; it may make mistakes. Check important info

31 ઓક્ટોબર સુધી સિંહ-કર્ક સહિત 4 રાશિના જાતકો સાવધાન રહે! ધનહાનિની શક્યતા

Guru Gochar 2026: વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહ જ્ઞાન, શિક્ષણ, ભાગ્ય અને સમૃદ્ધિના કારક છે. આ વર્ષે બુધવાર, 19 ઓગસ્ટ, 2026ના રોજ ગુરુ ગ્રહ સવારે 3:37 વાગ્યે અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 31 ઓક્ટોબર, 2026 સુધી આ જ નક્ષત્રમાં રહેશે. જેના પ્રભાવથી 4 રાશિના જાતકો માટે પડકારજનક સમય આવી શકે છે. ચાલો જાણીએ કે કઈ 4 રાશિના જાતકોને હાનિ થઈ શકે છે.

વૃષભ રાશિ

ગુરુ ગ્રહનું અશ્લેષા નક્ષત્રમાં ગોચર વૃષભ રાશિના જાતકો માટે સંઘર્ષભર્યા દિવસો લાવી શકે છે. ધનહાનિ થઈ શકે છે અને તમને તમારા સંતાનો તરફથી ખરાબ સમાચાર મળી શકે છે. કાનૂની મામલા વધી શકે છે. ગુપ્ત શત્રુઓ સક્રિય થઈ શકે છે. તમારી માતાના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

કર્ક રાશિ

અશ્લેષા નક્ષત્રમાં ગુરુ ગ્રહના ગોચરથી કર્ક રાશિના જાતકોના જીવનમાં પડકારો વધી શકે છે. મૂંઝવણ અને બેચેની વધી શકે છે. નિર્ણયો લેતી વખતે સાવધાની રાખો. આર્થિક નુકસાન થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજ વધી શકે છે. કરિયરમાં અવરોધો આવી શકે છે.

સિંહ રાશિ

ગુરુ ગ્રહનું અશ્લેષા નક્ષત્રમાં ગોચર સિંહ રાશિના જાતકો માટે મુશ્કેલ સમય લાવી શકે છે. તમારા જીવનસાથી સાથે તાલમેલ બગડી શકે છે. બિઝનેસમાં છેતરપિંડી થઈ શકે છે અને કાનૂની મામલે ફસાઈ શકો છો. જાતકોએ સતર્ક રહેવું. આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

અશ્લેષા નક્ષત્રમાં ગુરુ ગ્રહનું ગોચર વૃશ્ચિક રાશિ માટે અશુભ સાબિત થઈ શકે છે. તમારી માતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ. પ્રોપર્ટી સબંધિત મામલે વિવાદો વધી શકે છે. આ સમય દરમિયાન તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરવાનું ટાળો. મોટી ધનહાનિ થવાની સંભાવના છે.