Astro

સોમવાર કે શનિવાર? અઠવાડિયાના કયા વારે જન્મેલા લોકો હોય છે સૌથી વધુ બુદ્ધિશાળી? જાણો સાતેય વારનું રહસ્ય

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્ર મુજબ, દરેક વારનો સંબંધ ચોક્કસ ગ્રહ અને દેવતા સાથે હોય છે. આથી, જન્મના વારનો પ્રભાવ સ્વભાવ પર પડે છે. બુધવારે જન્મેલા લોકો સૌથી વધુ બુદ્ધિશાળી અને તેજસ્વી મગજ ધરાવે છે. તેઓ જ્ઞાન, તર્ક અને વ્યવસાયમાં કુશળ હોય છે. તેમની વાતચીત કૌશલ્ય અદ્ભુત હોય છે, જે તેમને જીવનમાં સફળતા અપાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોમવાર કે શનિવાર? અઠવાડિયાના કયા વારે જન્મેલા લોકો હોય છે સૌથી વધુ બુદ્ધિશાળી? જાણો સાતેય વારનું રહસ્ય

Wednesday Born Are Most Intelligent: જ્યોતિષશાસ્ત્ર અનુસાર અઠવાડિયાનો પ્રત્યેક વાર કોઈને કોઈ ચોક્કસ ગ્રહ અને દેવતા સાથે જોડાયેલો હોય છે. આ જ કારણસર આપણો જન્મ જે વારે થયો હોય, તે દિવસના સ્વામી ગ્રહનો સીધો પ્રભાવ આપણા સ્વભાવ, બુદ્ધિપ્રતિભા, વ્યક્તિત્વ અને જીવનશૈલી પર સ્પષ્ટ જોવા મળે છે.

સોમવાર: લાગણીશીલ અને સર્જનાત્મક

સોમવારનો દિવસ ચંદ્રદેવ અને ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે જન્મેલા જાતકો હૃદયથી વિચારનારા, અત્યંત સંવેદનશીલ અને ઊંડી સમજણ ધરાવતા હોય છે. તેમનામાં કુદરતી રીતે જ સર્જનાત્મકતા ભરપૂર માત્રામાં હોય છે. તેઓ અન્યના દુઃખ-દર્દને ઝડપથી સમજી શકતા હોવાથી સંબંધો અને કાર્યક્ષેત્ર બંનેમાં ઘણી સફળતા મેળવે છે.

મંગળવાર: સાહસી અને કર્મઠ

આ દિવસ પર પરાક્રમી મંગળ ગ્રહનો પ્રભાવ રહે છે. મંગળવારે જન્મેલા લોકો સ્વભાવે અત્યંત નીડર, સાહસિક અને મહેનતુ હોય છે. જીવનમાં ગમે તેવી વિષમ પરિસ્થિતિ કે મોટી મુશ્કેલીઓ આવે તો પણ તેઓ ક્યારેય હાર માનતા નથી અને મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કરે છે.

બુધવાર: સૌથી વધુ તેજસ્વી અને બુદ્ધિશાળી

જો સૌથી વધુ બુદ્ધિશાળી લોકોની વાત કરીએ તો તેમાં બુધવારે જન્મેલા લોકો મોખરે રહે છે. આ દિવસ જ્ઞાન, તર્ક અને વ્યાપારના કારક બુધ ગ્રહ સાથે સંબંધિત છે. આથી, આ દિવસે જન્મેલા જાતકો અસાધારણ તેજ મગજ ધરાવે છે અને તેમની વાકચાતુર્યતા તેમજ કમ્યુનિકેશન સ્કિલ અદભુત હોય છે.

ગુરુવાર: જ્ઞાની અને સંસ્કારી

ગુરુવારના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. આ દિવસે જન્મેલા લોકો ઊંડું જ્ઞાન ધરાવનારા, આદર્શો અને સિદ્ધાંતો પર ચાલનારા તેમજ આધ્યાત્મિક વિચારસરણીવાળા હોય છે. પોતાની ઉત્તમ આદતો, વિદ્વતા અને શાલીનતાના કારણે તેઓ સમાજમાં ઘણું માન-સન્માન મેળવે છે.

શુક્રવાર: આકર્ષક અને કલારસિક

આ દિવસ સૌંદર્ય, કળા અને વૈભવના પ્રતીક એવા શુક્ર ગ્રહનો છે. શુક્રવારે જન્મેલા જાતકોનું વ્યક્તિત્વ ઘણું આકર્ષક હોય છે. તેમને ફેશન, કળા, સુંદર રીતે રહેણીકરણી અને સુખ-સુવિધાયુક્ત આલીશાન લાઈફસ્ટાઈલ જીવવાનો વિશેષ શોખ હોય છે.

શનિવાર: શિસ્તબદ્ધ અને પરિશ્રમી

શનિવારના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. આ વારે જન્મેલા લોકો અત્યંત શિસ્તબદ્ધ અને કઠોર પરિશ્રમ કરનારા હોય છે. તેઓ જીવનમાં સફળ થવા માટે કોઈ શોર્ટકટ પસંદ કરતા નથી, પરંતુ પોતાના તીક્ષ્ણ મગજ અને અથાક મહેનતના જોરે મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરે છે.

રવિવાર: આત્મવિશ્વાસુ અને જન્મજાત લીડર

રવિવારનો દિવસ તેજના પ્રતીક સૂર્યદેવનો છે. આ દિવસે જન્મેલા લોકો અદભુત આત્મવિશ્વાસ અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર હોય છે. તેમનામાં જન્મજાત ઉત્તમ લીડરશિપ ક્વોલિટી રહેલી હોય છે અને તેઓ કોઈપણ પ્રકારના પડકારો સામે ડર્યા વગર અડગ રહે છે.