Astro

કુંભ રાશિમાં 4 ગ્રહોનો મહાસંયોગ, આ રાશિના જાતકોના જીવનમાં થશે ઉથલપાથલ!

By GS Team
9 Feb 20262 mins read
TukuTouch Logo
આ વર્ષે 23 ફેબ્રુઆરીના રોજ સાહસ અને પરાક્રમનો કારક મંગળ ગ્રહ શનિની રાશિ, કુંભમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ ગોચર ઘણા લોકોના જીવનમાં નવી ગતિ, આત્મવિશ્વાસ અને સફળતાની તકો લઈને આવશે, બીજી તરફ કેટલીક રાશિઓ માટે આ સમય ધીરજ અને સમજણની કસોટી પણ લઈ શકે છે. મંગળ તમારી કુંડળીમાં એનર્જી, એક્શન, હિંમત અને નિર્ણય ક્ષમતાનું પ્રતીક છે. આ સાથે જ તે જમીન, વાહનો, મકાન, દુકાન અને રિયલ એસ્ટેટ સાથે સંબંધિત મામલે પણ સીધી અસર કરે છે. આ ગોચરને ખાસ બનાવતી બાબત એ છે કે કુંભ રાશિમાં પહેલાથી જ બિરાજમાન રાહુ, શુક્ર અને સૂર્ય સાથે મંગળ પણ યુતિ કરશે. આનો અર્થ એ છે કે એક જ રાશિમાં ચાર ગ્રહોનો શક્તિશાળી સંયોગ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભ રાશિમાં 4 ગ્રહોનો મહાસંયોગ, આ રાશિના જાતકોના જીવનમાં થશે ઉથલપાથલ!

Mangal Gochar 2026: આ વર્ષે 23 ફેબ્રુઆરીના રોજ સાહસ અને પરાક્રમનો કારક મંગળ ગ્રહ શનિની રાશિ, કુંભમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ ગોચર ઘણા લોકોના જીવનમાં નવી ગતિ, આત્મવિશ્વાસ અને સફળતાની તકો લઈને આવશે, બીજી તરફ કેટલીક રાશિઓ માટે આ સમય ધીરજ અને સમજણની કસોટી પણ લઈ શકે છે. મંગળ તમારી કુંડળીમાં એનર્જી, એક્શન, હિંમત અને નિર્ણય ક્ષમતાનું પ્રતીક છે. આ સાથે જ તે જમીન, વાહનો, મકાન, દુકાન અને રિયલ એસ્ટેટ સાથે સંબંધિત મામલે પણ સીધી અસર કરે છે. આ ગોચરને ખાસ બનાવતી બાબત એ છે કે કુંભ રાશિમાં પહેલાથી જ બિરાજમાન રાહુ, શુક્ર અને સૂર્ય સાથે મંગળ પણ યુતિ કરશે. આનો અર્થ એ છે કે એક જ રાશિમાં ચાર ગ્રહોનો શક્તિશાળી સંયોગ બનશે. આ ગ્રહોની ભીડથી નીકળતી ઉર્જા તમામ રાશિઓ પર ઊંડી અસર કરશે. તમને ક્યાંક તક તો ક્યાંક ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

મેષ રાશિ

મંગળ તમારો સ્વામી ગ્રહ છે, તેથી આ ગોચર તમારા માટે એક્ટિવ અને નિર્ણાયક સાબિત થઈ શકે છે. કરિયરમાં નવી જવાબદારી મળી શકે છે. મિત્રો અને નેટવર્ક દ્વારા લાભના યોગ બનશે, ગુસ્સા અને ઉતાવળથી નુકસાન પણ થઈ શકે છે. રોકાણ સમજી-વિચારીને કરવું. 

વૃષભ રાશિ

આ ગોચર તમારા કર્મ અને પ્રતિષ્ઠાના ક્ષેત્રને પ્રભાવિત કરશે. કામનું દબાણ વધશે, પરંતુ મહેનતનું ફળ પણ મળશે. સીનિયર્સ સાથે સંઘર્ષ કરવાનું ટાળો. પારિવારિક જીવનમાં સંતુલન જાળવી રાખવું જરૂરી છે. 

ધન રાશિ

મંગળનું આ ગોચર તમારી વાણી અને કમ્યુનિકેશનને તેજ કરશે. તમે તમારી વાત દમદાર રીતે રજૂ કરી શકશો, પરંતુ કડવા શબ્દો સબંધોમાં અંતર લાવી શકે છે. નાની યાત્રાઓના યોગ બનશે. ભાઈ-બહેનો સાથે સબંધિત કોઈ મામલો સામે આવી શકે છે. 

મંગળને કેવી રીતે કરવો મજબૂત

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને અગ્નિ તત્વ સાથે જોડવામાં આવે છે. આ તમારી ઈચ્છાશક્તિ અને નેતૃત્વ ક્ષમતાને દર્શાવે છે. જો તમારો મંગળ મજબૂત હોય તો વ્યક્તિ સાહસી, આત્મનિર્ભર અને એક્શન લેનારો હોય છે. 

આ પણ વાંચો: VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ જુઓ શું કહ્યું

જો મંગળ નબળો હોય તો ઉતાવળ, ગુસ્સો અને ખોટા નિર્ણયોની પ્રવૃત્તિ વધી જાય છે. જો કુંડળીમાં મંગળ 1, 4, 7, 8 અથવા 12માં ભાવમાં હોય તો વૈવાહિક જીવનમાં અડચણ, વિલંબ અથવા મતભેદ જોવા મળી શકે છે. મંગળ નુકસાન નથી કરતો પરંતુ તમારા સ્વભાવમાં વધુ આક્રમકતા લાવે છે. 

મંગળ શાંતિ અને મજબૂતીના ઉપાય

મંગળ વારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો. 'ૐ ક્રાં ક્રીં ક્રોં સ:ભૌમાય નમ:' મંત્રનો 108 વાર જાપ કરો. લાલ દાળ, ગોળ, અથવા તાંબુનું દાન કરો. તમારા ક્રોધ પર નિયંત્રણ રાખો અને નિયમિત કસરત કરો. જરૂરિયાતમંદોને લાલ વસ્ત્રોનું દાન કરો અથવા ભોજન કરાવો.