Mahashivratri 2026: એશિયાનું સૌથી ઊંચું શિવ મંદિર, ભોલેનાથ પણ વાદળો વચ્ચે બિરાજમાન...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahashivratri 2026: આજે દેશભરમાં ભગવાન શિવને સમર્પિત શિવરાત્રિનો તહેવાર ધમધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં ભગવાન શિવના અનેક પ્રખ્યાત મંદિરો છે. પરંતુ હિમાચલ પ્રદેશના સોલનમાં આવેલા જટોલી શિવ મંદિરનો વિશેષ મહિમા છે. સોલનના જટોલી શિવ મંદિર અંગે દાવો કરવામાં આવે છે કે, તે એશિયાનું સૌથી ઊંચું અને ભવ્ય શિવ મંદિર છે. એવી માન્યતા છે કે ભગવાન શિવે અહીં તપસ્યા કરી હતી. તેથી આ સ્થળ એક ખાસ આધ્યાત્મિક ઉર્જા સાથે સંકળાયેલું છે. મહાશિવરાત્રિ પર અહીં હજારો ભક્તો જળાભિષેક અને પૂજા કરવા માટે પહોંચે છે. ઉંચી શિખર શૈલીમાં બનેલ આ ભવ્ય મંદિર આસ્થા અને દિવ્યતાનું અદ્ભૂત પ્રતીક છે. અહીં માત્ર ભગવાન શિવના દર્શન કરવાથી જ વ્યક્તિના જીવનની દશા બદલાઈ જાય છે. અહીં ભોલેનાથ વાદળો વચ્ચે બિરાજમાન છે.
122 ફૂટ ઊંચા આ મંદિરનું નિર્માણ દક્ષિણ-દ્રવિડ શૈલીમાં કરવામાં
ભગવાન શિવના આ મંદિરમાં સ્ફટિક શિવલિંગ છે. આ મંદિરનું નિાર્માણ દક્ષિણ-દ્રવિડ શૈલીમાં કરવામાં આવ્યું છે. આ મંદિર પોકાની અનોખી વાસ્તુકલા અને શાંત વાતાવરણ માટે પણ ખૂબ પ્રસિદ્ધ છે. લગભગ 122 ફૂટ ઊંચા આ મંદિરનું નિર્માણ દક્ષિણ-દ્રવિડ શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિરનું બાંધકામ 1974માં શરૂ થયું હતું અને તેને બનવામાં લગભગ 39 વર્ષ લાગ્યા હતા.
અહીં મહાશિવરાત્રિનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે
આ મંદિર દક્ષિણ-દ્રવિડ શૈલીમાં બનેલું છે, જેમાં ત્રણ પિરામિડલ રચનાઓ છે. આ રહસ્યમયી શિવ મંદિરને લઈને એવી પણ માન્યતા છે કે, ભગવાન શિવ પ્રાચીન કાળમાં થોડા સમય માટે અહીં રહેવા આવ્યા હતા. અહીં દર વર્ષે મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સ્થળ માત્ર એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન નથી, પરંતુ તેના શાંત વાતાવરણ અને સુંદર દૃશ્યો માટે પણ પ્રખ્યાત છે, જે શ્રદ્ધાળુઓને શિવની ભક્તિમાં લીન કરી દે છે.
મહાશિવરાત્રિની કથા
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશીના રોજ ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે ભગવાન શિવના ભક્તો ઉપવાસ રાખે છે અને શિવલિંગનો જળાભિષેક કરે છે. શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજાથી શિવ અને પાર્વતીના આશીર્વાદ મળે છે, જેનાથી લોકના લગ્ન જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે.
આ પણ વાંચો: લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે
અન્ય એક કથા સમુદ્ર મંથન સાથે સંબંધિત છે. જ્યારે દેવતાઓ અને દાનવો અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કરી રહ્યા હતા, ત્યારે સૌથી પહેલા અત્યંત ઘાતક હલાહલ ઝેર પ્રકટ થયું, જેનાથી સમગ્ર સૃષ્ટિ સંકટમાં પડી ગઈ. સંસારની રક્ષા માટે ભગવાન શિવે ઝેર ગળી લીધું અને તેને પોતાના ગળામાં જ રોકી લીધું. પરિણામે શિવજીનું ગળું વાદળી થઈ ગયું, અને તેઓ નીલકંઠ કહેવાયા. તે રાત્રે દેવતાઓએ જાગીને મહાદેવની આરાધના કરી. એવું કહેવાય છે કે મહાશિવરાત્રીનું રાત્રિ જાગરણ આ ઘટનાની યાદમાં કરવામાં આવે છે.









