Astro

મહાશિવરાત્રિના દિવસે આ ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી મહાદેવ થશે પ્રસન્ન, મળશે મનોવાંચ્છિત ફળ

By GS Team
8 Feb 20262 mins read
TukuTouch Logo
આ વર્ષે મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી, 2026ના રવિવારે મનાવવામાં આવશે. મહાશિવરાત્રિના પર્વ પર ભોળેનાથને પ્રસન્ન કરવા અને મહાદેવના આર્શીવાદ માટે શિવાલયમાં પૂજા કર્યા બાદ આ ખાસ વસ્તુ જરૂર લઈને આવો. આ વસ્તુ ઘરે લઈને આવવાથી જીવનમાં ખુશીનો માહોલ પ્રસરે છે. આમ, મહાશિવરાત્રિ પર શિવ મંદિરમાં શિવલિંગ પર અભિષેક કર્યા બાદ બીલીપત્ર, પરિત્ર જળ અને શ્રૃંગાર વસ્તુઓ ઘરે લાવવાથી મહાદેવ પ્રશન્ન થશે અને મનોવાંચ્છિત ફળ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહાશિવરાત્રિના દિવસે આ ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી મહાદેવ થશે પ્રસન્ન, મળશે મનોવાંચ્છિત ફળ
AI Image

Mahashivratri 2026: આ વર્ષે મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી, 2026ના રવિવારે મનાવવામાં આવશે. મહાશિવરાત્રિના પર્વ પર ભોળેનાથને પ્રસન્ન કરવા અને મહાદેવના આર્શીવાદ માટે શિવાલયમાં પૂજા કર્યા બાદ આ ખાસ વસ્તુ જરૂર લઈને આવો. આ વસ્તુ ઘરે લઈને આવવાથી જીવનમાં ખુશીનો માહોલ પ્રસરે છે. આમ, મહાશિવરાત્રિ પર શિવ મંદિરમાં શિવલિંગ પર અભિષેક કર્યા બાદ બીલીપત્ર, પરિત્ર જળ અને શ્રૃંગાર વસ્તુઓ ઘરે લાવવાથી મહાદેવ પ્રશન્ન થશે અને મનોવાંચ્છિત ફળ મળશે.

મહાશિવરાત્રી પર આ વસ્તુઓ ઘરે લાવો: 

બીલીપત્ર

શિવલિંગ પર પાણી અને દૂધનો અભિષેક કર્યા પછી, બીલીપત્ર ઘરે લાવો. શિવલિંગને અર્પણ કરાયેલા બીલીપત્ર ઘરે લાવવું શુભ માનવામાં આવે છે. તમે આ બીલીપત્રને તમારી તિજોરી અથવા પર્સમાં રાખી શકો છો. આ શુભ માનવામાં આવે છે.

જળ

તમે શિવલિંગને ચઢાવવામાં આવેલું જળ ઘરે લાવી શકો છો. શિવલિંગને ચઢાવવામાં આવેલું જળ એકત્રિત કરો અને તેને ઘરે લાવો. આ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ પાણીને તમારા ઘરના ખૂણામાં છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે.

આ પણ વાંચો: 3 દિવસ બાદ શુક્રનું રાહુમાં નક્ષત્ર પ્રવેશ થતાં 4 રાશિના જાતકોને થશે મસમોટો ફાયદો!

શ્રૃંગાર વસ્તુઓ

મહાશિવરાત્રિ પર મહિલાઓ દેવી પાર્વતીને શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરે છે. દેવી પાર્વતીને ચઢાવવામાં આવતી બંગડીઓ, મહેંદી, સિંદૂર અને અન્ય વસ્તુઓ ઘરે લાવો. તેને પહેરવાથી શાશ્વત સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને લગ્ન જીવનમાં પ્રેમ વધે છે.

મહાશિવરાત્રિ પર તમે પૂજા, ઉપવાસ અને ધાર્મિક વિધિઓ કરી શકો છો. ઉપવાસ અને પૂજાની સાથે મા પાર્વતીને અર્પણ કરાયેલી શ્રૃંગાર વસ્તુઓ, બીલીપત્રો અને જળ ઘરે લઈને આવવાથી લાભ મળી થઈ છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે અને ફક્ત માહિતીના હેતુ માટે રજૂ કરી છે.