રક્ષાબંધનના દિવસે જ લાગશે ચંદ્રગ્રહણ: સૂતક લાગશે કે નહીં? જાણો રાખડી બાંધવાના મુહૂર્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lunar Eclipse on Raksha Bandhan 2026: ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક રક્ષાબંધનનો પાવન પર્વ આ વર્ષે એક ખૂબ જ ખાસ અને દુર્લભ ખગોળીય સંયોગ લઈને આવી રહ્યો છે. આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે જ વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ખગોળીય ઘટના દરમિયાન ઘણી જગ્યાએ બ્લડ મૂન (Blood Moon)નો અદભૂત નજારો પણ જોવા મળશે, જેને લઈને લોકોના મનમાં અનેક શંકાઓ અને સવાલો ઉઠી રહ્યા છે. આવો જાણીએ આ ગ્રહણ સાથે જોડાયેલી દરેક જરૂરી અને મહત્વપૂર્ણ વાતો.
ક્યારે અને કેટલા વાગ્યે લાગશે ચંદ્ર ગ્રહણ?
ખગોળ વિજ્ઞાન અને પંચાગ પ્રમાણે વર્ષનું આ બીજું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટ 2026ના રોજ લાગશે. ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ સવારે 06:53 થી શરૂ થઈને બપોરે 12:31 સુધી એટલે કે લગભગ 5 કલાક 39 મિનિટ સુધી ચાલશે.
આ દરમિયાન એક રસપ્રદ ખગોળીય સ્થિતિ એ હશે કે પૃથ્વીનો ઊંડો પડછાયો (અમ્બ્રા) ચંદ્રના લગભગ 93 થી 96% ભાગને આવરી લેશે. આ કારણે ચંદ્ર સંપૂર્ણ કાળો દેખાવાને બદલે ઘેરા તાંબા જેવા લાલ (કોપર રેડ) રંગનો દેખાશે, જેને બ્લડ મૂન કહેવામાં આવે છે.
શું ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે?
સૌથી મોટો સવાલ એ છે કે, શું આ ગ્રહણ ભારતમાં દેખાશે? તો અમે તમને જણાવી દઈએ કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તે મુખ્યત્વે યુરોપ, પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરના પ્રદેશોમાં દેખાશે. કારણ કે જે સમયે ગ્રહણ લાગી રહ્યુ હશે, તે સમયે ભારતમાં દિવસનો પ્રકાશ હશે, તેથી દેશમાં તેની દૃશ્યતા શૂન્ય હશે.
શું ભારતમાં સૂતક કાળ માન્ય હશે?
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ચંદ્ર ગ્રહણ શરૂ થવાના લગભગ 9 કલાક પહેલા સુતક કાળ શરૂ થઈ જાય છે, જેમાં સૂતક કાળ દરમિયાન તમામ માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે અને મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે.
પરંતુ 28મી ઓગસ્ટનું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં. સુતક કાળ ન હોવાના કારણે દેશમાં કોઈપણ પ્રકારના ધાર્મિક નિયમો અથવા પ્રતિબંધોનું પાલન કરવાની જરૂર નથી. મંદિરો ખુલ્લા રહેશે. સામાન્ય પૂજા-પાઠ ચાલુ રહી શકશે.
શું રક્ષાબંધનનો તહેવાર અથવા રાખડી બાંધવા પર તેની કોઈ અસર પડશે?
આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેનો કોઈ સુતક કાળ નથી, તેથી રક્ષાબંધનના પર્વ પર તેની કોઈ નકારાત્મક અસર નહીં પડશે. બહેનો આખો દિવસ તેમના ભાઈઓને કોઈપણ ખચકાટ કે ચિંતા વગર રાખડી બાંધી શકે છે. પંચાંગ પ્રમાણે આ દિવસે ઉદયા તિથિ હોવાના કારણે તહેવારની ઉજવણી માટે આખો દિવસ શ્રેષ્ઠ રહેશે. પરંપરા મુજબ ભદ્રા કાલ વગેરેનું સામાન્ય રીતે ધ્યાન રાખી શકાય છે.









