Astro

2026નો સૌથી શક્તિશાળી યોગ, 3 રાશિના જાતકો માટે શુભ સાબિત થશે

By GS Team
7 Feb 20262 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષમાં બનનારા રાજયોગ જાતકોના જીવનમાં મોટા ફેરફાર લાવવાની ક્ષમતા ધરાવે છે. વર્ષ 2026માં એક આવો જ વિશેષ અને શુભ યોગ બની રહ્યો છે, જેને લક્ષ્મી નારાયણ યોગ કહેવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બુદ્ધિ, વ્યાપાર અને વાણીના કારણ બુધ અને ધન, સુખ અને વૈભવના દાતા શુક્ર એક સાથે આવે છે. આ વખતે ખાસ વાત એ છે કે, બુધ અને શુક્રની યુતિ કુંભ રાશિમાં થઈ રહી છે, જ્યાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. આવી સ્થિતિમાં ત્રિગ્રહી યોગની સાથે-સાથે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2026નો સૌથી શક્તિશાળી યોગ, 3 રાશિના જાતકો માટે શુભ સાબિત થશે

Laxmi Narayan Yog 2026: વૈદિક જ્યોતિષમાં બનનારા રાજયોગ જાતકોના જીવનમાં મોટા ફેરફાર લાવવાની ક્ષમતા ધરાવે છે. વર્ષ 2026માં એક આવો જ વિશેષ અને શુભ યોગ બની રહ્યો છે, જેને લક્ષ્મી નારાયણ યોગ કહેવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બુદ્ધિ, વ્યાપાર અને વાણીના કારણ બુધ અને ધન, સુખ અને વૈભવના દાતા શુક્ર એક સાથે આવે છે. આ વખતે ખાસ વાત એ છે કે, બુધ અને શુક્રની યુતિ કુંભ રાશિમાં થઈ રહી છે, જ્યાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. આવી સ્થિતિમાં ત્રિગ્રહી યોગની સાથે-સાથે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 

દ્રિક પંચાગ પ્રમાણે શુક્ર 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ રાત્રે 1:15 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે, જ્યાં બુધ અને રાહુ પહેલાથી જ હાજર છે. આ શુભ યોગ 2 માર્ચ, 2026 સુધી પ્રભાવી રહેશે. ચંદ્ર રાશિ પર આધારિત આ વિશ્લેષણ પ્રમાણે મેષ, મિથુન અને તુલા રાશિના જાતકોને આ સમય દરમિયાન વિશેષ લાભ મળી શકે છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ કરિયર અને ધનની દ્રષ્ટિએ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. બિઝનેસ સાથે સંકળાયેલા જાતકોને નવી ડીલ અને લાભની તક મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. આ સાથે જ સામાજિક માન-સન્માનમાં પણ વધારો થશે. 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ યોગ નવમાં ભાવમાં બની રહ્યો છે, જે ભાગ્ય અને ધર્મનો ભાવ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે. અટકેલા કામ પૂરા થશે. ધન લાભના યોગ બનશે. ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષા અને વિદેશ સબંધિત મામલે સફળતા મળી શકે છે. યાત્રાથી લાભ થશે. ગુરુજનોનો સહયોગ પ્રાપ્ત થશે. 

આ પણ વાંચો: 'તિરુપતિના લાડુના ઘીમાં ટોઈલેટ ક્લિનરનો ઉપયોગ...' આંધ્ર પ્રદેશ CMના આરોપથી રાજકારણ ગરમાયું

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ યોગ પાંચમાં ભાવમાં બની રહ્યો છે. પાંચમો ભાવ બુદ્ધિ, પ્રેમ, સંતાન અને સર્જનાત્મકતા સાથે જોડાયેલો હોય છે. આ દરમિયાન તમને રોકાણથી લાભ મળી શકે છે. પ્રેમ સબંધ મજબૂત થશે અને જીવનમાં મધુરતા આવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ રહેશે. તમને સંતાન સબંધિત કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે.