Astro

આજે રાતે બનશે ખાસ ખગોળીય ઘટના, 4 રાશિના જાતકોને મળશે ગુરુનો આશીર્વાદ

By GS Team
10 Jan 20262 mins read
TukuTouch Logo
આજે રાતે આકાશમાં એક ખાસ ખગોળીય ઘટના બનશે. આજે રાતે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ પૃથ્વીની ખૂબ નજીક આવશે. સામાન્ય દિવસો કરતા ગુરુ આજે વધુ તેજસ્વી અને સ્પષ્ટ દેખાશે, જેના કારણે આ નજારો ખૂબ જ આકર્ષક બની જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે રાતે બનશે ખાસ ખગોળીય ઘટના, 4 રાશિના જાતકોને મળશે ગુરુનો આશીર્વાદ

Jupiter Opposition 2026: આજે રાતે આકાશમાં એક ખાસ ખગોળીય ઘટના બનશે. આજે રાતે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ પૃથ્વીની ખૂબ નજીક આવશે. સામાન્ય દિવસો કરતા ગુરુ આજે વધુ તેજસ્વી અને સ્પષ્ટ દેખાશે, જેના કારણે આ નજારો ખૂબ જ આકર્ષક બની જશે. 

ખગોળશાસ્ત્રમાં આ સ્થિતિને જુપિટર અપોજિશન કહેવામાં આવે છે. આ દરમિયાન સૂર્ય, પૃથ્વી અને ગુરુ એક લાઈનમાં આવી જાય છે અને પૃથ્વી વચ્ચે હોય છે. નાસાના મતે આ જ કારણ છે કે ગુરુ આખી રાત આકાશમાં આટલો તેજસ્વી દેખાય છે. આ સમય દરમિયાન ગુરુ પૃથ્વીથી લગભગ 63 કરોડ કિલોમીટર દૂર હશે. આટલું અંતર કાપવામાં પ્રકાશને પણ લગભગ 35 મિનિટ લાગે છે. ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે આ નજારો કોઈ ઉત્સવથી ઓછું નહીં હોય.

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને ભાગ્ય, ધન, શિક્ષણ, કરિયર, જ્ઞાન અને પ્રગતિનો પ્રતીક માનવામાં આવે છે. જ્યારે ગુરુ મજબૂત સ્થિતિમાં હોય છે, ત્યારે તે ચોક્કસ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક ફેરફારો, નવી તકો અને શુભ યોગ લઈને આવે છે. જ્યોતિષીઓના મતે આ ખગોળીય ઘટના ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય પ્રગતિના નવા રસ્તા ખોલી શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળશે અને લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.

સિંહ રાશિ

ગુરુની આ સ્થિતિ સિંહ રાશિના જાતકો માટે માન-સન્માન અને સફળતા લઈને આવશે. કાર્યક્ષેત્રમાં ઓળખ વધશે અને સીનિયર અધિકારીઓનો સહયોગ મળશે. ધન લાભની સાથે-સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ મજબૂત થશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કરિયર સંબંધિત બાબતોમાં સફળતા મળવાના યોગ છે. વિદેશ યાત્રા અથવા નવી તકો પણ પણ મળી શકે છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. 

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ ખગોળીય ઘટના આર્થિક મજબૂતી લઈને આવશે. રોકાણથી લાભ થઈ શકે છે અને આવકના નવા સ્ત્રોત બની શકે છે. આ સાથે જ જીવનમાં સ્થિરતા અને સકારાત્મક વિચાર વધશે. 

આ પણ વાંચો: ઓઇલ કંપનીઓએ ટ્રમ્પના ઇરાદાઓ પર પાણી ફેરવ્યું! કહ્યું-વેનેઝુએલા રોકાણ લાયક જગ્યા નથી

જ્યોતિષીઓનું કહેવું છે કે આ સમય દરમિયાન સકારાત્મક માનસિકતા જાળવી રાખવી અને તકોનો યોગ્ય ઉપયોગ કરવો લાભદાયી રહેશે. ગુરુ ગ્રહની આ ખાસ સ્થિતિ ઘણા લોકોના જીવનમાં આશા અને પ્રગતિનો સંદેશ લઈને આવી રહી છે.